Book Title: Phool Amra Stokalay Author(s): Lilambai Mahasati Publisher: Guru Pran Foundation RajkotPage 11
________________ દુઃખના ડુંગરથી હારી જાય તેવા ન હતા. અંતરમાં અતૂટ વિશ્વાસ હતો કે દુઃખમાં ધર્મ એ એક જ એવી ચીજ છે કે જે સાચી શાંતિ આપી શકે છે. યોગાનુયોગ બરાબર એ જ સમયે ગોંડલ ગચ્છના ગુરુભગવંતોનું તથા દેવકુંવરબાઈ મ. આદિ મહાસતિજીઓનું પ્રભુ વીરનો સંદેશો ફેલાવતા, વિચરણ કરતાં કુંડલામાં પદાર્પણ થયું. શ્રી સંઘમાં અનેરા ઉત્સાહનું મોજું ફરી વળ્યું. પૂ. સતીજીના પ્રતિભા સંપન્ન પ્રભાવથી કુંડલા કુંડલપુર બની ગયું. અંબાબેનને દેવગુરુ ધર્મની અવિહડ શ્રદ્ધા હતી અને હવે જીવન આધાર મળી ગયો. સત્ય અને વાસ્તવિક સુખોની સમજ પૂરેપૂરી સમજાઈ ગઈ. ભૌતિક સુખો અકારા લાગ્યા. તેના તરફ પીઠ ફેરવી તેમાંથી છૂટકારો મેળવી સંયમ લેવાનો અડગ નિર્ધાર કર્યો અને ગોંડલ સંપ્રદાયના પૂ. દેવકુંવરબાઈ મ. ના સાંનિધ્યમાં સંવત ૧૯૭૯ના વૈશાખ વદ તેરસના શુભદિને છત્રીસ વર્ષે દીક્ષા અંગીકાર કરી તેઓશ્રીના સાતમા નંબરના શિષ્યા બની નૂતન જીવન શરૂ કર્યું. પડછંદ કાયા, ગૌરવર્ણ, મુખનીસૌમ્યતા, શરીરની સુડોલતાની સાથે સ્વભાવની સૌમ્યતા તથા શીતળતાને કારણે સંયમની સાથોસાથ જીવન વિકાસના અનેક ગુણો ખીલવવા પ્રબળ પુરુષાર્થ કર્યો. "સેવા એ જ ધર્મ" એ તેના જીવનનું આગવું સૂત્ર હતું. નાના મોટાના ભેદભાવ રાખ્યા વિના સૌને શાતા ઉપજાવવાનું પરમ કર્તવ્ય તેઓશ્રીએ જીવનભર જાળવી રાખ્યું. ભાણવડના ચાતુર્માસમાં ગુરુણીથી અલગ વિચરણ થતાં કારતક વદ અમાસના ગુણી દેવલોકપામતા અંતિમદર્શનથી વંચિત રહી ગયા તેથી પૂ. મહાસતીજીને સદાય તેનો અફસોસ રહ્યો. ગુસણી દેવની અંતિમહિત શિક્ષાગુરુની આજ્ઞા સૌશિરે ચઢાવજો' સંપ સુલેહથી રહેજો. આ આખરી શિક્ષાને આત્મસાત્ કરી પોતાનું જીવન ઘડતર કર્યું અને સૌને હુંફ આપી માર્ગદર્શન આપ્યું. પોતાની વૃદ્ધાવસ્થા હોવા છતાં પૂ. પ્રાણગુરુદેવની સંધિવાની બિમારીમાં પણ પ્રસન્નતા સહ ખંતથી સેવા સુશ્રુષા કરી ખૂબ ખૂબ શાતા ઉપજાવી. જે પોતાનું સર્વસ્વ અર્પણ કરે તે જ સાચી સેવા કરી શકે છે. તેઓ આચરણ દ્વારા ધર્મની પ્રતિતી કરાવતા ગુરુદેવના કૃપાપાત્રી બન્યા અને તેના ફળ સ્વરૂપે હાલ વર્તમાને મુંબઈ બિરાજીત પૂજ્યવરા, વિશાળ થી 10 I - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 258