________________
સૌમ્યમૂર્તિ પૂ. અંબાબાઈ મહાસતીજીની જીવન ઝરમર
સામાન્યતઃ મનુષ્યના જન્મ પર ઉત્સવ મનાવવામાં આવે છે અને મૃત્યુ પર શોક. પરંતુ તત્ત્વચિંતકોની દૃષ્ટિમાં બંને મહોત્સવ રૂપ મનાય છે. જન્મ તે જીવન કથાનો પ્રારંભ છે, મૃત્યુ તેનો ઉપસંહાર છે.
એવા સત્ત્વવાન આત્મા ગોંડલ સંપ્રદાયના પરમ પ્રતાપી દાદા ગુરુ પૂ. ડુંગરસિંહજી મહારાજ શ્રીની એવં પૂ. હીર–વેલ–માનકુંવરબાઈ મહાસતીજીની પરંપરામાં થયેલા અનેક ગુણોથી ઉપેત એવા પૂ. અંબાબાઈ મહાસતીજીએ ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલ તોફાની દેદુમલ નદીનો ઘુઘવાટ જેની શેરીમાં સંભળાય છે તેવા સમઢિયાળા ગામમાં વ્યવહારિક કાર્યના માર્ગદર્શક અને સલાહકાર એવા મોતીચંદભાઈ શેઠ તથા સાકરબાઈને ગૃહે જન્મ ધારણ કર્યો.
માવિત્રોના બાલ્યકાળના સંસ્કારો મેળવી અંબાબહેન પહેલાના સમયની સમાજની પરિપાટી મુજબ બહુ નાની ઉંમરમાં સાવરકુંડલાના બીલખીયા કુટુંબના પ્રેમચંદ ભાઈના તથા ઝવેર બહેનના સુપુત્ર મોનજીભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા. બાલિકા મટી શ્વસુર ગૃહે ગયેલા અંબાબેને અનેક નવા નવા સંબંધો ધારણ કર્યા. અંબાબેને પોતાના સ્વભાવની સૌમ્યતાને કારણે સારાયે શ્વસુર ગૃહમાં યશ મેળવી નામના વધારી. ગૃહસ્થ જીવનના રથનું પૈડું બની બરાબર પતિને સર્વ રીતે સાનુકૂળ બન્યા, પરંતુ કુદરતને આ નામંજૂર હતું. ગૃહસ્થ જીવનમાં અંબાબેનને એક સંતાનની પ્રાપ્તિ થઈ હતી પણ બાર વર્ષના ગૃહસ્થજીવનના ટૂંકા– ગાળામાં જ પ્રેમાળ પતિનો દેહવિલય થયો અને સંતાનનું પણ મૃત્યુ થયું અંબાબેનને વૈધવ્ય પ્રાપ્ત થયું.
આ સંસારની ઘટમાળ આવી ચિત્ર વિચિત્ર છે. કર્મની ગતિને કોઈ કળી શક્યું નથી. કુપિત કુદરતે અંબાબેનને નિરાધાર દશામાં મૂકી દીધા. વૈધવ્ય દશાનો જે અનુભવ કરે તેને જ ખ્યાલ આવે. પંચરંગી દુનિયા વચ્ચે રહી વૈધવ્યને સળંગ સૂત્રતાથી પાર પાડવું તે ઘણું કઠિન છે. અંબાબેન આ
Jain Education International
9
For Private & Personal Use Only
www.jainelibrary.org