________________
પરિવાર ધારક પૂ. મુક્તાબાઈ મ. તથા જેના રોમેરોમમાં સંયમનિષ્ઠા છે એવા આગમ બત્રીસી અનુવાદના પ્રધાન સંપાદિકા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ. બને સુપાત્ર શિષ્યા રત્નોના ગુણી દેવા બનવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું.
પૂ. અંબાબાઈ મ. નો આત્મા કોઈ જુદી જ કોટિનો હતો. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં સદ્ગુણોથી સૌરભ જ ફેલાવી હતી. વૃદ્ધાવસ્થા હોવા છતાં શરીરમાં ઘણી જ ફુર્તિ તથા તાજગી હતી. સહનશીલતાનો જાણે પુંજ! જીવનમાં તપ, ત્યાગ, ચારિત્રનિષ્ઠા, મીતાહાર તથા સેવા પ્રિયતાને કારણે દીર્ધાયુ પ્રાપ્ત કર્યું
જ્ઞાનીઓએ જીવનને ક્ષણભંગુર કહ્યું છે. જીવનની અકળ ગતિને કોણ જાણી શક્યું છે. સંવત ૨૦૧૦માં તબિયત લથડતા પેટની તકલીફ થતાં ફૂલકુંવરબાઈ મ. બા. બ્ર. પ્રભાબાઈ મ. આદિ ઠા. ૬ ગુરુ આજ્ઞા થતાં જૂનાગઢ પધાર્યા. સફળ ઓપરેશન થયું. ઘડીભર સૌ મલકાયા પણ કાળ, કર્મ અને કિસ્મતને કોણ પામી શકે? જેઠ સુદ નોમ બુધવારે સમાધિ ભાવે નમસ્કાર મંત્ર સાંભળતા સંથારો કરી શાંતિનાથના જાપ જપતા પૂ. અંબાબાઈ મ. છેલ્લા શ્વાસોશ્વાસ પૂર્ણ કરી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. શ્રીસંઘે પોતાની દરેક ફરજ બજાવી. ૩૧ વર્ષની સંયમ પર્યાય પાળી જન્મ, જીવન, મૃત્યુને સફલાતિ સફલ બનાવ્યું.
આવા મહાન સતીજીની સદ્ગણાવલિને અમારી કોટિ કોટિ વંદના...
પૂ. મુક્ત–લીલમ–ઉષાગુરુણીના સુશિષ્યા
–સાધ્વી કૃપા
|
11
L
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org