________________
આચાર્યની અને શ્રમણી વિદ્યાપીઠ–મુંબઈવિદ્યાવારિધિની પદવી ઉપાર્જિત કરી. અનેક આગમો, થોકડાઓ કંઠસ્થ કર્યા. ન્યાય-વ્યાકરણ આદિનો અભ્યાસ કર્યો. તે ઉપરાંત ગુરુકુલવાસી અનેક સાધ્વીજીઓને સંપૂર્ણ ઉત્સાહપૂર્વક અભ્યાસ કરાવ્યો. તેમની સ્વાધ્યાય પ્રત્યેની તીવ્ર તમન્નાના પરિપાક સ્વરૂપે જ ગુરુપ્રાણ આગમબત્રીસીના તેઓશ્રી ઉદ્દભાવક બન્યા. ગુરુ પ્રાણ જન્મ શતાબ્દી મહોત્સવ કોઈ ધામ-ધૂમ-ધમાલથી નહીં પરંતુ પૂ. ગુરુદેવે આપેલું આગમજ્ઞાન પુસ્તક પ્રકાશન દ્વારા તેમના જ કરકમલોમાં સમર્પિત કરીને ઉજવવી, તેમની આ વિચારધારા જિનવાણી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ગુરુભક્તિને પ્રદર્શિત કરે છે. આગમ અનુવાદના પ્રકાશન કાર્ય માટે ઈ.સ. ૧૯૯૮ના પૂ. ગુરુદેવ સાથેના સામૂહિક ચાતુર્માસમાં શ્રી રોયેલા પાર્ક મોટા સંઘમાં શ્રી ચંદ્રકાંતભાઈ શેઠના પ્રમુખપદ નીચે ગુરુપ્રાણ ફાઉન્ડેશનની સ્થાપનાના પ્રેરક બન્યા અને તેમના સદુપદેશથી ગુરુપ્રાણ ફાઉન્ડેશન આર્થિક રીતે સદ્ધર બન્યું છે. પૂ. આગમમનીષી પૂ.તિલોકમુનિ મ.સા. પ્રધાન સંપાદિકા પૂ. લીલમબાઈ મ. સહસંપાદિકા પૂ. ડૉ. આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. ના પુરુષાર્થે તેઓશ્રીના ઉપસ્થિતિમાં વીસ આગમ રત્નો પ્રકાશિત થયા. આ રીતે તેઓશ્રીએ આગમોને ઘર-ઘરમાં જન–જનમાં ગુંજતા કર્યા છે. તપ સાધના – આહાર સંજ્ઞાને તોડવા, અનંત કર્મોનો ક્ષય કરવા તપનું તીર્ણ શસ્ત્ર તેમણે હસ્તગત કર્યું હતું. સાધક જીવનના પ્રારંભથી જ અનેક નાની મોટી તપસ્યાઓ કરી, તેમાં આઠ વર્ષ એકાંતર ઉપવાસ, બે પોલા અઠ્ઠમના, એક છઠ્ઠનો, એક નક્કર અમનો વરસી તપ કર્યો. સિદ્ધિ તપ, ધર્મચક્ર, શિખર કળશ તપ બે વાર, છમાસી તપ, છવાર ચાર માસી, દોઢ માસી તપ, સાત અઠ્ઠાઈ, નવાઈ, અગિયાર ઉપવાસ, સોળ ઉપવાસ, દર પુનમના અટ્ટમ, ૧૦૮ અઠ્ઠમ, નાનીબારી, મોટીબારીતપ, પરદેશી રાજાના તેર છઠ્ઠ, પાંચ પાંડવના છઠ્ઠ, ૨૩ આયંબિલની ઓળી, ૧૯ ચાતુર્માસમાં વિનય ત્યાગ, બે વાર આઠમાસી તપ, પ૧-૭૧–૧૦૮ આયંબિલ પાંચ વર્ષ સળંગ એકાસણા જેવી અનેકવિધ તપસ્યાથી જીવનને તપોમય બનાવ્યું હતું
માત્ર છ મહિનાની દીક્ષા પર્યાયે પૂ. ગુરુદેવની આજ્ઞાથી સંપ્રદાય વરિષ્ઠા પૂ. ગુલાબબાઈ મ., પૂ. લલિતાબાઈ મ. તથા વડીલ ગુરુ ભગિની પૂ. પુષ્પાબાઈ મ. સાથે મુંબઈવિહાર કર્યો હતો. ત્યારે તેમના સાંનિધ્યમાં અગિયાર ઉપવાસના પારણે કુંવારી કન્યા, કપાળમાં કુમકુમનો ચાંદલો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org