Book Title: Phool Amra Stokalay
Author(s): Lilambai Mahasati
Publisher: Guru Pran Foundation Rajkot

View full book text
Previous | Next

Page 8
________________ સમાગમ થતાં ૩૩ વર્ષે સંવત ૧૯૬૮ના કાર્તિક વદ અગિયારસના પૂ. દેવકુંવરબાઈ મ.ની નેશ્રામાં પરમ જ્યોર્તિધર બાંધવ બેલડી જય–માણેક ગુરુદેવ પાસે દીક્ષાના દાન લીધા. દેવી સ્વરૂપા પૂ.દેવકુંવરબાઈ મ. ના નવ શિષ્યા–પ્રતિભા સંપન્ન પૂ. શ્રી ઉજમબાઈમ. બા..પૂ. શ્રી મણીબાઈ મ. પૂ. શ્રી સંતોકબાઈ મ. પૂ. શ્રી ફૂલકુંવર બાઈ મ. પૂ. શ્રી વ્રજકુંવરબાઈમા પૂ.શ્રી મોતીબાઈ મ. પૂ. અંબાબાઈમ. પૂ.પ્રાણકુંવરબાઈમ. પૂ. અમૃતબાઈમ, આ નવસતીવૃંદમાં મહાસતીજીનો ચોથો નંબર હતો. ગુરુવર્યો તથા ગુરુણ દેવની આજ્ઞામાં રહી સંયમ તપથી આત્માને ભાવિત કરતાં પૂ. તપસ્વીજી માણેકચંદ્રજી મ.સા.ની હરતી-ફરતી જૈન પાઠશાળામાં રહી જ્ઞાનધ્યાનનો લાભ લઈ સંસ્કૃત, અર્ધમાગધી આદિ ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૂ. કાનજી મહારાજ સાહેબના આધ્યાત્મિક વ્યાખ્યાનોનું ઘણું દોહન કર્યું નાનુંઘાટિલું સુડોલ શરીર, આખોમાં તેજસ્વિતા, માણસને પરખવાની પરખ શક્તિ, નીડરતા, ભાષા સ્પષ્ટ અને શુદ્ધ, અવાજમાં પડકાર અને રણકાર, હૃદયમાં કોમળતા, સ્પષ્ટવક્તા આ તેમની આગવી સહજતા હતી. મુંબઈ વસવાટ હોવાથી મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષાનો મહાવરો હતો. સમાજોપયોગી, વ્યવહારોપયોગી જ્ઞાન માટે તથા લોકો સદાચાર, નીતિ, રીતિ, યમનિયમનું પાલન કરે તે માટે, મનહર છંદ, દુહાઓ, દોહરા, ઢાળિયા, ચોઢાળિયા મધુર કંઠે ગાઈ પ્રવચનો, ઢાળ સાગર, રામરાસ વાંચી સંભળાવી લોકોને પ્રતિબોધ પમાડતાંદેવકુંવરબાઈ મ. સારાયે સૌરાષ્ટ્રમાં શિષ્યા પરિવાર સાથે વિચરતા ત્યારે શાસન પ્રભાવના તથા જૈન શાસનની જાહોજલાલી વર્તાતી હતી. ઉજ્જવળ જળહળતો પરિવાર જૈન ધ્વજ લહેરાવતો હતો. આજે પણ પૂ. જય–માણેક પ્રાણગુરુદેવની કીર્તિ ચૌદિશામાં ગાજે છે. પૂ. ફૂલકુંવરબાઈ મ.ને શિષ્યા ન કરવાની પ્રતિજ્ઞા હતી. તેથી તેના ગુરુબેન પૂ. અંબાબાઈ મ.ના શિષ્યા વિશાળ પરિવાર ધારક પૂજ્યવરા મુક્તાબાઈ મ. તથા આગમબત્રીસી ગુજરાતી અનુવાદના પ્રધાન સંપાદિકા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ. આદિ સતીવૃંદ સાથે વિચરણ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 258