________________
ગાતાં નિજાનંદમાં લીન બની સં. ૨૦૧૮ મહા સુદ-૧૧, મંગળવારે રાત્રે ૧૧ વાગે, પ્રેમપરા–વિસાવદર ગામે સદાને માટેસમાઈગયા (કાળધર્મપામ્યા).
આપ બંને ગુરુણી દેવાની સાક્ષાત્ કૃપાબળના ફળ સ્વરૂપે. તપસ્વીરાજના બોધથી બોધિત થયેલા આપના પટ્ટોધરા મંગલમૂર્તિ પૂ. મુક્તાબાઈ મ. વિશાળ પરિવારના ધારક બની પૂજ્યવરાની પદવીથી વિભૂષિત થઈ, મહાનગરી મુંબઈમાં વિચરી રહ્યા છે.
આપશ્રીના કૃપા બળે પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે દશવૈકાલિક સૂત્રની ગ્રહણ કરેલી વાંચણીના ફળ સ્વરૂપે આગમ બત્રીસીનું સંપાદન કાર્ય કરી શકું તેવું સામર્થ્ય બળ મારામાં પ્રગટ કરાવ્યું છે.
દીક્ષા પર્યાયના પર વર્ષમાં હું સમતા, ક્ષમતા, આચાર–ગોચર, સંયમ યાત્રા—માત્રામાં અડગભાવે રહી શકી છું, તે આપના સાંનિધ્યનો જ પરમ પ્રતાપ છે.
ઓ ગુરુણીમૈયા ! મારામાં કાંઈજ નથી. જે છે તે આપ જ છો. આપે મને કૃતાર્થ કરી છે, હું આપની કૃતજ્ઞ શિષ્યા બની રહું તેમજ પૂ. પ્રાણ ગુરુદેવ જેવા ગુરુદેવ અને આપશ્રી જેવા ગુરુણી ભગવંત પામી છું, તે જ ભવોભવ પામું, વીતરાગ બનું, અનંતગુણોને સંપાદન કરી, આત્માની પ્રધાન સંપાદિકા બની જાઉં, તેવી અખંડ કૃપા વરસાવજો. આપના ચરણની દાસાનુદાસ બની રહું તેવી આ શિષ્યાની આરજુ છે.
આપશ્રીની મંગલકામનાના ફળસ્વરૂપે શિષ્યા—પ્રશિષ્યાઓએ તૈયાર કરેલા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર તથા શ્રી જીવાજીવાભિગમ સૂત્રના ગુજરાતી અનુવાદમાંથી તે સૂત્રના નિષ્કર્ષ રૂપ 'ફૂલ આમ્ર સ્તોકાલય' આપ બંને ગુરુણી દેવાના દિવ્ય કરકમલમાં પૂ. લવરબાઈમ.ની ૪૩મી અનેઆપશ્રીની પ૨મી પુણ્યતિથિના પરમ પ્રસંગે સંવેદન ભાવે સમર્પિત કરું છું.
પરમ ઉપકારી, દીક્ષા શિક્ષાદાત્રી ! ઓ ગુરુણીદેવા ! કયા સન્માન શ્રૂષાથી કરી શકું હું તમારી સેવા, માત્ર લાગ્ન સ્તોકાલય લાવી છું આપશ્રીને અર્પવા, લો, સ્વીકારી અનુગ્રહ કરો, મળે મને મોક્ષના મેવા...
Jain Education International
5
આપની ચરણોપાસિકા આર્યા લીલમ
For Private & Personal Use Only
www.jainelibrary.org