Book Title: Phool Amra Stokalay Author(s): Lilambai Mahasati Publisher: Guru Pran Foundation Rajkot View full book textPage 7
________________ તેજોમૂર્તિ પૂ. ફૂલકુંવરબાઈ મહાસતીજીનું જીવન કવન માનવ જીવન એટલે જીવનની ખરેખર મહત્ત્વભરી ભૂમિકા, અપૂર્વ સામર્થ્ય પ્રગટાવવાની તક, આ જન્મમાં ડૂબવાના અને તરવાના બંને સાધનો મળે છે. સુજ્ઞ અને પ્રાજ્ઞ આત્માઓ તક ઝડપી મળેલા સાધનો દ્વારા આત્માનું ઊર્વીકરણ કરે છે. આવા સુજ્ઞ અને પ્રાજ્ઞ આત્મા પૂ. ફૂલકુંવરબાઈ મહાસતીજી ગોંડલ સંપ્રદાયના પ્રાતઃ સ્મરણીય પૂ. ડુંગરસિંહજી મહારાજ સાહેબની એવં હીર–વેલ–માન—દેવકુંવરબાઈ મહાસતીજીની ઉજળી પરંપરામાં થયા. કૃષ્ણ વાસુદેવે જ્યાંથી આ અવનિની આખરી વિદાય લીધી હતી, એવા પવિત્ર, તીર્થધામ સ્વરૂપ વેરાવળ બંદરમાં દશાશ્રીમાળી વૈષ્ણવ જ્ઞાતિના ચત્રભુજ માણેકચંદભાઈ લોઢવાયા અને નંદકુંવરબેન જેવા આદર્શ દંપતિના ગૃહે ફૂલકુંવરબહેને જન્મ ધર્યો. માવિત્રોના ઉત્તમ સંસ્કાર પામી યોગ્ય ઉંમરે માંગરોળના સ્થાનકવાસી જૈન અંદરજીભાઈ તથા સુંદરબેનના સુપુત્ર લાલજીભાઈ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ફૂલકુંવરબહેન શ્વસુર ગૃહે આવ્યા. પરિવારજનોનો મુંબઈ અને માંગરોળ વસવાટ હોવા છતાં તેમને મુંબઈ રહેવાનું વધારે થયું. શ્વસુર ગૃહે દયા, ધર્મની ભાવના ઘણી હતી. આમપણ વેરાવળ, માંગરોળ, કંઠાર પ્રદેશના લોકોના હૃદય સરળ, દયાળુ કોમળ હોય છે. તે સમયે મુંબઈમાં ચીંચપોંકલી ઉપાશ્રય ધર્મધ્યાન માટે કેન્દ્ર સ્થાને હતો. ફૂલકુંવર બહેન ધર્મ આરાધના પૌષધ વગેરે કરવા ત્યાં જતાં હતા. પાપ ભીરુ હૃદય હોવાથી ગૃહવાસમાં પણ સંમૂર્છિમ જેવા પાપોથી બચવા શક્ય એટલા પ્રયત્ન કરતા. આજે પણ તેમના દિયર પ્રાણલાલ અંદરજીનું નામ કાંદાવાડી ઉપાશ્રયમાં પ્રખ્યાત અને વિખ્યાત છે. ફૂલકુંવરબહેન સોળ વર્ષના ગૃહવાસ પછી વૈધવ્યને પ્રાપ્ત થયા. ગૃહસ્થ જીવનના આદર્શોને તો પામેલા જ હતા, જીવન ધર્મથી વાસિત હતું, તેમાં વૈરાગ્યનો વેગ વધતા તથા દિવ્ય સ્વરૂપા દેવકુંવરબાઈ મહાસતીજીનો 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 258