Book Title: Phool Amra Stokalay
Author(s): Lilambai Mahasati
Publisher: Guru Pran Foundation Rajkot

Previous | Next

Page 4
________________ પુણ્ય તિથિનું પ્રતિબિંબ અહો ! ગુસણી દેવા પૂ. અંબાબાઈ મ. ! મારી અંતરની આરસીમાં વાત્સલ્ય ભરેલું હૃદય, નેહ ભરેલા નયનો, ભાવ ભરેલા ભાલથી ઓપતા ગૌરવરણા વદનથી લઈને ચરણ સુધી આપશ્રીને નીહાળું છું, આપશ્રીની તદાકાર સૌમ્યમૂર્તિનું જ્યારે ધ્યાન ધરું છું ત્યારે આજે પણ અણઘડ એવી આ પામર શિષ્યાની પાંપણ અશ્રુથી ભીંજાઈ જાય છે અને મસ્તક ઝૂકી જાય છે. મનડું મનન કરવા લાગે છે કે મારા મહારથી મહાસતીજીએ મારા ઉપર ઉપકાર કરી (મન) અનુપમ એવું સંયમદાન આપ્યું અને પ્રધાન સંપાદિકાના રૂપે આગમ અવલોકન કરવાની અણમૂલી ઘડી સરજી દીધી. સંસારી માતા-પિતા આ શરીરનો જન્મ આપે છે તેથી તેઓ મહા ઉપકારી છે જ, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અવિહડ શ્રદ્ધા ધરાવનાર, જેના રોમેરોમ પૂ. જય-માણેક–પ્રાણ ગુરુદેવ પ્રત્યેની ભક્તિથી વાસિત થયેલા હતા તેવા ઉદારમના, પરમાર્થ પરાયણ પૂ. પિતાશ્રી જમનાદાસ ભાઈ! એવં સેવાપરાયણા, વડિલો પ્રત્યેની વિનયવૈયાવચ્ચાદિના ગુણોથી ઓપતા, કૌટુંબિક પ્રેમ ભાવથી ભરેલા, આત્યંતર–બાહ્ય સ્વચ્છ હૃદયા, દયામૂર્તિ પૂ. માતુશ્રી વ્રજકુંવર બહેન! આપે તો મારા દેહીને રહેવાના દેહનો જન્મ આપ્યો પરંતુ મારા પરમકૃપાળુ પરમ ઉપકારી પૂ. ગુરુદેવશ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબે તો જે ચંદ્ર કરતાં નિર્મળ, જયેષ્ઠ, શાંતિનું નિકેતન, અનતગુણોનું વ્રજ અસંખ્યાત પ્રદેશના વૃંદાવનમાં કેલી કરનાર એવા આત્મકાયનું પ્રથમ દષ્ટિ દર્શને ભાન કરાવ્યું. તપોધની પૂ. રતિલાલજી "મહારાજ સાહેબે અંગુલી નિર્દેશ કરી પૂ. ગુરુણીની વરણી કરાવી. ધન્ય હો ગુરુ ભગવંતો! આપ ચરણ કને શું ધરું? પ્રતિભા સંપન્ન ઉપકારી પૂ. ઉજમબાઈ મહાસતીજીએ અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢી, દર્શન મોહ હઠાવવાની કળા બોધિ બીજ રૂપે શીખવાડી, જૈન શાસનના ઉમેદવાર બનાવી, મારી આંગળી પકડી પૂ. પ્રભાબાઈ મહાસતીજી પાસે બેસાડી છકાયનું સ્વરૂપ સમજાવી દીક્ષા ગ્રહણ કરું, તેવા વૈરાગ્યભાવની વૃદ્ધિ કરાવી અને જ્ઞાનદાત્રી ગુરુણી બન્યા. જ્ઞાની, ધ્યાની, સ્વાધ્યાયી અનેક શાસ્ત્રના પારગામી, વિદ્યા વિશારદ, નીડર, સ્પષ્ટ વક્તા તેજો મૂર્તિ પ. પૂ. ફૂલધરબાઈ મ. એ પોતાની છત્રછાયામાં રાખી, મારા જેવા અણઘડપત્થરમાંવક્તાના ગુણોના પહેલપાડી વત્કૃત્વની કળા શીખવાડી. | 3 || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 258