________________
કરો કે આપણને ભવ્ય બનાવ્યા. ચરમાવર્નમાં આવ્યા પહેલા આપણે અભવ્ય જેવા જ હતા. કંઈ સારું ન સૂઝે. પાપો કરીને દુર્ગતિમાં જવાનું. કો'ક વાર બીજાને જોઈને ધર્મ કરીએ ને સ્વર્ગમાં જઈ આવીએ તોય પાછા પટકાવાનું. તિર્થંકરના જીવોને પણ ચરમાવર્ત ન આવે ત્યાં સુધી ભટકવું જ પડે. ૩ જું કારણ કાળ પરિપક્વ થાય પછી જ ઠેકાણું પડે. તેની આગળ આપણું કાંઈ જ ન ચાલે. પછી જ ચરમાવર્તમાં આવીએ. હવે ચોથું કારણ છે (૪) કર્મ અહીં આવ્યા પછી પણ પુણ્ય જાગે તો અરિહંત મળે. બીજા ગમે તેવા દેવો મળે તો ધર્મના નામે અધર્મી કરીને પાપો કરવાના. પુણ્યથી દેવ-ગુરૂ-સંઘ-સાધર્મિક-સારા કુળમાં જન્મ મળે. ચરમાવર્તમાં થોડો મેલ ઓછો થયો ને સારી સામગ્રી તો મળી પણ હવે તેની આશાતના કરીએ તો પાછા પટકાઈએ, સ્થાનકવાસી મૂર્તિને ન માને, પૂજા કરે તે દુગતિમાં જાય એમ માને. ઉત્કૃષ્ટ પુણ્ય જાગે ત્યારે સાચી વસ્તુ હાથમાં આવે. (૫) પુરૂષાર્થ: સાચી વસ્તુ મળ્યા પછી પુરૂષાર્થ કરવો
પડે.
આપણું સ્થાન ક્યાં?... આપણે ૪ ચોકીમાંથી પાસ થયા. ભવ્યત્વનો રવભાવ હતો ને નિયતિ જાગી એટલે બહાર આવ્યા, અનંત પુદ્ગલ પરાવર્ત ભટકીને ૩ જી, કાળની ચોકી પાસ કરી. કર્મસંયોગે પુણ્યોદયથી સારી, ઉત્તમ અને સાચી સામગ્રી હાથમાં આવી. હવે પુરુષાર્થ કરવાનો છે. આગળની ૪ વસ્તુ આપણા હાથમાં ન હતી. પુરૂષાર્થ આપણા હાથની વાત છે. અને હવે તે નહિ
(૧૨)
૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org