Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
જ છે. પરંતુ જડવાદના પ્રચારમાં પ્રજાકીય સ્વાર્થ કહો કે એક જાતનું અજ્ઞાન કહો, તેથી બહારથી તેનો સ્વીકાર કરતો નથી, અને “આધ્યાત્મિક જીવન ન જ હોય, તેની જરૂર પણ ન જ હોય, અને તેથી જગતને નુકસાન થાય છે.” એમ માનીને આજે પોતાની પ્રવૃત્તિ ચલાવી રહેલ છે, તથા તે ખોટી વાતને ય જાહેર અને સર્વમાન્ય પ્રતિષ્ઠા અપાવવા તનતોડ મહેનત કરી રહેલ છે, અને જગતની આંખમાં એક વખત ધૂળ નાંખવાને અનેક યુકિતપ્રયુક્તિથી ભરેલો પ્રયત્ન કરી રહેલ છે. પરંતુ તેથી કદાચ જગતને કાંઈક નુકસાન કરી જશે, કાળદોષનો કંઈક પ્રભાવ પડશે, એમ કબૂલ કરી લઈએ. પરંતુ જે વસ્તુ જગતમાં સાક્ષાત્ અસ્તિત્વ ધરાવે છે, તેને છુપાવવાનું છેવટ સુધી બની શકશે જ નહિ.
નીતિમય જીવન કરતાં આધ્યાત્મિક જીવન ઉચ્ચ છે. નીતિનો પણ આધાર તેના જ ઉપર છે. કેમ કે, નીતિ પણ આધ્યાત્મિક તત્ત્વમાંથી જન્મે છે. નીતિ ખાતર આધ્યાત્મિક જીવનનો ભોગ ન અપાય, પરંતુ આધ્યાત્મિક જીવન ખાતર નીતિનો ભોગ આપવાને હરકત નથી હોતી. ત્યારે આજે નીતિને આગળ લાવવા આધ્યાત્મિક જીવનની નિંદા કરવાની ભૂલ કરવામાં આવે
છે. ખરેખર નીતિને લાવવા અનીતિ અને અન્યાયી જીવનની નિંદા કરવી જોઈએ. ૪૨. જ્યારે એક તરફ જૈનસંઘના સભ્યો કાયમ પ્રતિક્રમણ કરે છે. તેને માટે શાસ્ત્રની મજબૂત આજ્ઞાઓ
છે. મુનિ મહારાજાઓ સતત ઉપદેશ આપે છે, અને પોતે રોજ કરે છે. હજારો આચાર્યો કરતા આવ્યા છે. આકર્ષક રીતે તે ભણાવવા પ્રયાસો થાય છે. સત્ર બોલવાનો આદેશ મળે. તેમાં આદેશ લઈ સૂત્ર બોલનાર પોતપોતાને ભાગ્યશાળી માને છે, અને તેનો ખાસ ચડાવો બોલીને પણ તે લેવા તૈયાર રહે છે. પ્રતિક્રમણ કરનારની ભકિત માટે પ્રભાવના તરીકે તેઓના આકર્ષણ માટે કંઈ ને કંઈ ચીજને વહેંચવાની રાખે છે, અને કેટલાક ભાવુક આત્માઓ તો પ્રતિક્રમણ કરનારાઓને ખાસ ભોજનનું પોતાને ઘેર આમંત્રણ આપી, ભકિત કરી કૃતકૃત્યતા માને છે, અને કેટલાક સદ્ગુહસ્થો જ્યારે પોતાના તરફની અમુક રકમો સ્થાયી મૂકી પ્રતિક્રમણ કરનારાઓને કાયમ જમાડી ભક્તિ કરવાનો પ્રબંધ કરતા જાય છે. આટલું મહત્ત્વનું વિશિષ્ટ સ્થાન પ્રતિક્રમણ કરનાર
તરફની ભકિતનું છે. ૪૩. તેને બદલે તેનો વિરોધ, તેની ઉદ્દાહ, તેની હિલના, તેમાં અંતરાય પાડવો, તેની ઉત્તેજના
માટે બોલાતી બોલીને હરરાજી જેવું હલકું નામ આપવું, વગેરે સંખ્યાબંધ પંચેન્દ્રિય જીવોની હિંસા કરતાં પણ તીવ્ર મિથ્યાત્વ રૂપ હોવાથી અધમતમ કાર્ય કેમ ન ગણાય ? તેનો વાચકો
સ્વયં વિચાર કરી લેશે. ૪૪. “લાંબી વિધિ છે, કંટાળો આવે છે, વિધિમાં પ્રક્ષેપ સૂત્રો છે, અનેક મતમતાન્તરો છે. નકામો
વખત જાય છે, રસ નથી પડતો, મજા નથી આવતી, સમજાતું નથી, લાયકાત આવ્યે કરીશું, બાર વ્રત ધારીને કરવાની એ ક્રિયા છે, તેના મૂળ ઉત્પાદક તીર્થંકર પરમાત્મા કે ગણધર ભગવંતો છે ? કે કોઈ બીજા ? એ નિશ્ચિત્ત નથી. આ જમાનામાં આવો વખત ગાળવો એ નકામું છે.”
આવાં આવાં બહાનાં કાઢીને પ્રતિક્રમણો જાતે તો ન કરે, પરંતુ બીજા કરનારને રોકે, એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org