Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
२२
પંચ પ્રતિક્રમણસૂત્રો
વલ્લભ-સ્ત્રી, જનની તથા તેહના કૃત્યમાં જુઓ રાગ રે; પડિક્કમણાદિ કૃત્યમાં, એમ પ્રીતિ, ભક્તિનો લાગ રે, સંવે૦ ૪-૨૭ વચન તે આગમ આશરી, સહેજે થાય રે અસંગ રે; ચક્રભ્રમણ જિમ દંડથી, ઉત્તર તદભાવે ચંગ રે, સંવે૦ ૪-૨૮
અર્થ :- ક્ષમાનાં ચાર અનુષ્ઠાન એટલે ક્રિયાઓ છે, ને તેનાં છ આવશ્યક છે.
એટલે શ્રાવકનું પ્રતિક્રમણ અને યતિ-પગામ સજ્ઝાય, અતિચાર, આલોચના વગેરે તે પડિક્કમગાવશ્યક કહેવાય.
તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી કાઉસ્સગ્ગ કરવા, તે કાઉસ્સગ્ગ આવશ્યક કહેવાય.
શકિત મુજબ પચ્ચક્ખાણ કરવું, તે પ્રત્યાખ્યાનાવશ્યક કહેવાય.
આ ત્રણે આવશ્યકની અંદર પ્રીતિ-અનુષ્ઠાન જાણવું.
અને સામાયિક, ચઉવિસત્થો જિનવંદનાવશ્યક એ બેઉ તથા વાંદણાં દેવાં એ ગુરુવંદનાવશ્યક એ ત્રણેય આવશ્યકની અંદર ભક્તિ અનુષ્ઠાન છે.
આગમાનુસારે પ્રવર્તવું તે વચનઅનુષ્ઠાન.
અને સહેજે બની શકે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે.
આ ચારેય અનુષ્ઠાનને આગળ કહેવામાં આવેલી પાંચેય પ્રકારની ક્ષમાઓ, પૈકી પહેલી ત્રણેય ક્ષમાઓમાં પ્રીતિ અને ભકિત, એ બન્નેય અનુષ્ઠાનનો સમાવેશ છે. રેય પાછળનાં બે અનુષ્ઠાન સુંદર માનીને અંગીકાર કરવાં.
અનુષ્ઠાનનાં લક્ષણ શું હોય ? તે હવે કહેવામાં આવે છે. પોતાની સ્ત્રી અને પોતાની માતા એ બન્નેય સ્ત્રીન્નતિ છે, અને બન્નેય ઉપર વહાલ પણ હોય છે, તથાપિ તે બેઉનાં કાર્યોની અંદર જુદા જુદા પ્રકારનો રાગ હોય છે. મતલબ કે સ્ત્રી ઉપર પ્રીતિરાગ, અને માતા ઉપર ભકિતરાગ હોય છે. તે જ મુજબ પડિકકમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચક્ખાણ એ ત્રણ આવશ્યકમાં પ્રીતિ અનુષ્ઠાન છે, કેમ કે તેઓના સંગથી આગળ વિશેષ ગુણ વધે, એથી પ્રીતિરાગ હોય છે, અને સામાયિક રૂપ ચારિત્ર, ચઉવિસત્થા રૂપ પ્રભુવંદન, અને વાંદણાં રૂપ ગુરુવંદન એ ત્રણ આવશ્યકમાં ક્રિયા ભક્તિપૂર્ણ છે. એમ પ્રીતિ આ લોકના આશ્રયી અને ભકિત પરલોકની આશ્રયી હોવાથી અનુષ્ઠાનના લાગ હોય. વચન અને અસંગ એ બે અનુષ્ઠાનના ખુલાસા હવે કહે છે કે, જેમ કુંભારનો ચાકડો પ્રથમ દાંડાના લાગથી વેગમાં ચાલી શકે છે, પણ પછીથી પોતાની મેળે સહેજે ફરી શકે છે, તેમ શ્રીવીતરાગ પ્રરૂપિત આગમની અંદર જેવી રીતે જ્ઞાનક્રિયાનાં આલંબન કથેલ છે, તેના અનુસારે આજ્ઞા મુજબ ધર્મમાં પ્રવર્તન કરે, તે વચનાનુષ્ઠાન સમજવું, અને પાછળથી ઉત્તર કાળે તેના અભાવ વડે કોઈના આધાર વગર પણ સહેજે આદત પડી રહેતાં પાંચ ક્રિયા થાય, તે અસંગાનુષ્ઠાન સમજવું.'' વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org