________________
શ્રી તમસ્કાર મહામંત્રનું રહસ્ય Gues
(નવપદના સંક્ષિપ્ત અર્થ)
।। નમો અરિહંતાણં ||
આ પદથી અરિહંત પરમાત્માને નમસ્કાર થાય છે. અને તે દ્વારા આપણામાં અનાદિથી રૂઢ થયેલી જડવાસનાનું નિરાકરણ થાય છે, કેમ કેઃશિવમસ્તુ સર્વ-જગતઃ (સર્વ જગતનું કલ્યાણ થાઓ) ની ભાવના શ્રી અરિહંત પરમાત્માએ રોમરોમમાં પ્રગટાવી છે.
આ ભાવના એવી ઉચ્ચ ભાવના છે કે તેનાથી પોતાનું કલ્યાણ ઈચ્છતા દરેક આત્મા જડવાસનાથી છુટી શકે છે. બીજા જીવોનું કલ્યાણ ઈચ્છવાથી જ આપણામાં રૂઢ બનેલ અહં-મમની ભાવના ક્ષીણ બનેછે. અને અનંત સુખના સ્વામી બની શકાય છે.
આ ભાવના આપણી પોતાની જ બની રહે, એ માટે આ ભાવનાના સ્વામી શ્રી અરિહંત પરમાત્માને આ પદમાં નમસ્કાર કરાય છે.
એટલે કે..... અનંતોપકારી સંસાર-સમુદ્રથી પાર ઉતારનાર, ધર્મતીર્થની સ્થાપના કરનાર, ચોત્રીસ અતિશય, પાંત્રીસ વાણીના ગુણ અને આઠ પ્રાતિહાર્યથી શોભતા, દેવેન્દ્રો અને ચક્રવર્તીઓથી વિવિધ રીતે પૂજાએલા, રાગદ્વેષ આદિ અંતરંગ શત્રુઓને જીતવા માટે સફળ માર્ગદર્શન, જગતના અજ્ઞાનમૂઢ જીવોને જન્મ મરણના ફેરા અને કર્મોના વિષમ વિપાક આદિ બંધનમાંથી છોડાવનાર, પરમ હિતકારી, આત્મશુદ્ધિનો રાજમાર્ગ પ્રરૂપનાર, તરણતારણહાર, બાર ગુણોથી શોભતા.....
શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ !!!
।। નમો સિદ્ધાળું ।।
બીજા પદે શ્રી સિદ્ધ પરમાત્મા છે.
સર્વ જીવોના કલ્યાણની ભાવનાને સોળે કળાએ પ્રગટાવીને તેઓ સિદ્ધિ પદે બિરાજમાન થયા છે.
[ ૨ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org