________________
શ્રી કાગાકાર-મહામંત્રની અલૌકિકતા જશ અને વિદ્યા વચ્ચેનો લોકો
૫
જેનો પાઠ કરવા માત્રથી કાર્યની સિધ્ધિ થાય તેને મંત્ર કહે છે.
જેને સિધ્ધ કરવા માટે જપ-હવન આદિ ક્રિયાઓ કરવી પડે તેને વિદ્યા કહે છે.
શાસ્ત્રોમાં બીજી રીતે પણ મંત્ર અને વિદ્યાનો ભેદ બતાવ્યો છે અને કહ્યું છે કે, જેના અધિષ્ઠાતા દેવતા “પુરૂષ' હોય તે મંત્ર છે. જેની અધિષ્ઠાતા દેવતા “સ્ત્રી' હોય તે વિદ્યા છે.
મંત્ર એટલે શું? મંત્ર શી વસ્તુ છે.?તેની સ્પષ્ટતા કરતાં શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે મંત્ર એ અક્ષર કે અક્ષરોનો વિશિષ્ટ સમૂહ છે. અક્ષર કે અક્ષરોના વિશિષ્ટ સમૂહને છોડીને મંત્ર બીજી કોઈ વસ્તુ નથી.
નિર્વાનમક્ષરં નાસ્ત ” અથવા “નાચક્ષરં મંત્ર” અર્થાત એવો કોઈ અક્ષર નથી કે જેમાં મંત્રશક્તિ ન હોય. અક્ષરને છોડીને મંત્ર બીજી કોઈ વસ્તુ નથી.
શબ્દ અને ધ્વનિની અસર અક્ષર કે અક્ષરના વિશિષ્ટ સમૂહાત્મક શબ્દામાં અપરિમિત શક્તિ રહેલી છે, એમ આજે સર્વ કોઈ બુધ્ધિશાળી વર્ગને સ્વીકારવું પડે છે.
ગાવું અને બજાવવું, હસવું અને રોવું, એ પણ વાતાવરણ ઉપર અમુક પ્રકારની અસર કરે છે અને તે વર્ણાત્મક નહિ તો પણ ધ્વન્યાત્મક શબ્દશક્તિનો જ એક પ્રકાર છે.
રણસંગ્રામમાં સુરીલાં વાજાં જે અસર ઉપજાવે છે, તે અસર અન્ય પ્રસંગનાં વાજાંઓ નથી જ ઉપજાવતા.
આકાશમાં મેઘની ગર્જના જે ભાવ પેદા કરે છે, તે જુદો હોય છે. અને રણસંગ્રામમાં તોપોની ગર્જના જે ભાવ ઉત્પન્ન કરે છે, તે વળી જુદો
[5] .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org