Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 189
________________ ' ૧ શ્રી નવકાર ના આરાધકની નિત્ય ક્રિયાઓ. ) * સવારે ઉઠતાજ (પથારીમાં) બે હાથ જોડી મસ્તક નમાવી શ્રી નવકાર મંત્રનો ૧૨ વાર જાપ કરવો. * શ્રી નવકારની આરાધનામાં નવકારના સર્વે આરાધકોનું સામૂહિક બળ મેળવવા દરેક આરાધકે સવારે - ૬-૦૦ વાગે ) બપોરે - ૧૨-૦૦ વાગે ૧૨-૧૨ વાર નવકારનો જાપ કરવો. સાંજે - ૬-૦૦ વાગે ) * આ સમયે તમો જે સ્થાન કે જે વસ્ત્ર-પ્રવૃત્તિમાં હો ત્યાંજ જાપ કરી લેવો. * અરિહંત પરમાત્માજ મારા જીવનના ઉત્થાનના માર્ગદર્શક છે.” એવા ભોવોલ્લાસ પૂર્વક નિત્ય પરમાત્માની પૂજા તથા નિત્ય દર્શન કરવા. * પરમાત્માની ચંદનપૂજા ૩ નવકારપૂર્વક પૂજાની પધ્ધતિથી કરવી. આ પદ્ધતિ પૂ.નં ૮૮ ૮૯ માં આપી છે. ૐ દિવસમાં ઓછામાં ઓછો ૧ વાર નવકાર ધ્યાનપૂર્વક શુધ્ધ લખવો. તે માટે એક નોટ અલગ રાખવી. એક પાના ઉપર એક, બે કે ચાર નવકાર ઇચ્છા પ્રમાણે લખી શકાય. * ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચખાણ કરવું. * અભક્ષ્ય આહાર, બજારુ આહાર તથા તામસિક આહારનો ત્યાગ કરવો. શક્ય હોય તેટલું તેલ મરચું ઓછું વાપરવું. ઘરેથી બહાર નીકળતાં દરવાજામાં ૧-૩ કે ૭ નવકાર ગણી નીકળવું. ક પરનિંદા આરાધક ભાવને દુષિત કરે છે તેથી પરનિંદા કરવી નહીં તથા સાંભળવાની ટેવ કે સંસ્કારના કારણે પરનિંદા થઇ જાય તો પશ્ચાતાપપૂર્વક ૧ નવકાર ગણી લેવો. *૧૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200