Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 196
________________ (૩) પદ્માસન - અતિપ્રસિદ્ધ આ આસન છે. આ આસનથી ચિત્તાનંદબુદ્ધિનો વિકાસ થાય છે. ચિંતા-શોક વિકાર દૂર કરી આધ્યાત્મિક વિકાસ સધાય છે. કષ્ટ સાધ્ય આ આસનમાં લાંબા સમયના અભ્યાસથી સ્થિરતા આવે છે. રીત:- ડાબા પગને જમણી જાંગ ઉપર અને જમણા પગને ડાબી જાંગ પર ગોઠવો બંન્ને પગના તળીયા ખૂલ્લા રહેવા જોઈએ. મેરુદંડ-ગરદન-મસ્તક સીધા-ટટ્ટાર રાખવાં. બંન્ને ઢીંચણ જમીનને અડવા જોઇએ. (૪) પ્રાથમિક ભૂમિકાએ ભાષ્ય જાપથી જાપની શરૂઆત કરવી. ભાષ્યજાપ કરતાં આ રીતે મુહપત્તિનો ઉપયોગ રાખવો. ( ufan - 3 ન શ્રી નવકાર બોલવાની પદ્ધતિ : શ્રી નવકાર કઈ રીતે બોલવો? તે બાબતે પૂજ્ય પંન્યાસ ગુરુદેવશ્રી એ ખૂબ જ ઉંડાણથી સંશોધન કરેલું... આપણે ત્યાં સૂત્ર બોલવાની ઘાટી = પદ્ધતિ લુપ્ત પ્રાયઃ બની ગઈ છે. જેને જેમ ફાવે તેમ બોલે છે, આથી જે ધ્વનીના નિશ્ચિત આંદોલનો ઉભા થવા જોઇએ તે થતા નથી. પચ્ચક્રો કુંડલીની [૧૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200