Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 187
________________ આ રીતે શ્રી નવકાર મહામંત્ર જગતની અદૂભૂત ઉપમાઓથી પણ ખરેખર અવર્ણનીય જ બની રહે છે. માત્ર આવી વિશિષ્ટ ઉપમાઓથી શ્રી નવકાર મહામંત્રની અદ્ભુત શક્તિ વિષે બહુ આછો ખ્યાલ આપી શકાય. ટુંકમાં શ્રી નવકાર મહામંત્ર સર્વ ઉપમાઓથી અતીત અને સર્વશિરોમણિ છે. એ વાત આ ચિત્ર પરથી સમજી શકાય છે, વિશેષ આ ચિત્રમાં સૌથી ઉપર મધ્યભાગે શ્રી નવકાર મહામંત્ર પ્રતિક (યોગશાસ્ત્ર પ્ર. ૮ શ્લો. ૩૩થી ૩૬)નું આલેખન છે. તેની ડાબે શ્રી અરિહંત પ્રભુની સુંદર સ્થાપના શ્રી નવકારના આરાધકોના હૈયામાં અદાજ્ઞાનું પ્રાધાન્ય દર્શાવવા કરી છે. જમણી બાજુ સિદ્ધ ભગવાનનું નિરંજન નિરાકારપણું દર્શાવવાપૂર્વકની સ્થાપના આરાધનાના છેવટના લક્ષ્ય તરીકે સિદ્ધિપદની પ્રાપ્તિનું મહત્વ દર્શાવ્યું છે. નીચે ડાબે ૐ અને જમણે હૂ બાતાવ્યા છે, જે બંને પંચપરમેષ્ઠીઓને ગુણાનુરાગપૂર્વક નમસ્કાર કરવારૂપના લક્ષ્યાર્થવાળા શ્રી નવકાર મહામંત્રની માંત્રિક શક્તિઓના પ્રતિનિધિ સમા બે મહાન સર્વોત્કૃષ્ટ મંત્ર-બીજો છે. આ રીતે આ ચિત્ર ભાવુક પુણ્યાત્માઓના હૈયામાં શ્રી વીતરાગ શાસન-નિર્દિષ્ટ ભાવશુદ્ધિની કેળવણી માટે ખૂબ જ ઉપયોગી છે. વધુ માર્મિક રહસ્ય જ્ઞાની-ગીતાર્થ ગુરૂ પાસેથી સમજવા પ્રયત્ન કરવો. 'છેલ્લે આટલું યાદ રાખજો | આરાધના અવરોધક (૧) અંતરની શુદ્ધતા (૨) અનધિકાર ચેષ્ટા (૩) વધુ પડતી જિજ્ઞાસા અને (૪) પાતાની હોશિયારીનું પ્રદર્શન - આ ચાર બાબતો શ્રી નવકારની આરાધનાના માર્ગમાં મોટામાં મોટા અવરોધો છે. કે , આ [૧૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200