________________
ર
જાપ કેવી રીતે કરશો. તો * જાપ માટે માલા તથા આસન નિયત રાખવું, તેજ માલાથી અને તેજ
આસન ઉપર બેસી જાપ કરવો. જાપ દેરાસરમાં કરવો હોય તો પરમાત્મા સન્મુખ બેસવું અન્ય સ્થાને
જાપ કરવો હોય તો પૂર્વ દિશા સન્મુખ બેસવું. ? શ્રીનવકારનો અભિમંત્રિત પટ જાપ સમયે સામે રાખવો. સેં કમરથી ટટ્ટાર બેસી જાપ કરવો. * જાપ માટે પ્લાસ્ટીકની માળા વપરાયજ નહિ. શુધ્ધ-અખંડ સુતરની
માળા વાપરવા ઉપયોગ રાખવો. ક માળા ચાર આંગળીઓ ઉપર રાખી અંગૂઠાથી (માળાને નખ ન અડે તે
રીતે) મણકો ફેરવવો. # માળા નાભીથી નીચે ન જાય તેનું ધ્યાન રાખવું.
માળા શરૂ કરતાં પૂર્વે મનને ઉદાત્ત ભાવનાઓથી ભાવિત કરવું. (આ
ભાવનાઓ પાછળના પેજમાં જ આપેલ છે.) * ત્રણવાર નવકાર મંત્ર પટમાંથી વાંચીને ધીરે-ધીરે ગણવો. માળા ગણતાં
આપણું મન પટ અને માળા ઉપર સ્થિર રાખવું. મન ચલાયમાન થાય ત્યારે પટના અક્ષરો વાંચીને નવકાર ગણવા અથવા ભાષ્ય કે ઉપાંશ
જાપ (એક એક અક્ષર સ્વયં આપણે સાંભળવા પૂર્વક) કરવો. * ૧ માળા પૂરી થાય ત્યારે માળામાં કેન્દ્રિત થયેલ શકિતને આપણા દેહમાં
સ્થાપિત કરવા ભાવ પૂર્વક માળાના ફુમતાને બે આંખે સ્પર્શ કરાવવો. * માળા પૂરી થાય ત્યારે ફુમતાને ઓળંગી બીજીમાળાની શરૂઆત ન કરવી,
પણ માળાને ઉલટાવી છેલ્લે આવેલા મળકાથી પુન: માળાની (જાપની) શરૂઆત કરવી.
[૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org