________________
જ્ઞાનાદિ ગુણો દુઃખધ્વંસ અને સુખસિદ્ધિનાં નિશ્વિત સાધનો છે, તેથી ભાવમંગલ ગણાય છે. અને દહીં, દૂર્વા, અક્ષત, શ્રીફળ સંદિગ્ધ સાધનો છે. તેથી દ્રવ્યમંગલ ગણાય છે.
દ્રવ્ય મંગલો જેમ સુખનાં સંદિગ્ધ સાધનો છે, તેમ અપૂર્ણ સુખને આપનારાં છે. ભાવમંગલો એ સુખનાં નિશ્વિત સાધનો છે. અને તેનું સેવન કરનારને સંપૂર્ણ અને અવિનાશી સુખ આપે છે ! તેથી દ્રવ્યમંગલ કરતાં ભાવમંગલનું મૂલ્યઘણું વધી જાય છે !!! સર્વોત્કૃષ્ટ ભાવમંગલ :
જૈન શાસ્ત્રોમાં સર્વ પ્રકારના ભાવમંગલોમાં સર્વોત્કૃષ્ટ ભાવમંગલ શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર'ને કહેલ છે. તેનાં મુખ્ય બે કારણો છે.
એક તો ‘પંચ પરમેષ્ઠી નમસ્કાર એ સ્વયં ‘ગુણ સ્વરૂપ છે.
અહિંસા, સંયમ અને તપ તથા સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાન વગેરે સ્વયં ગુણરૂપ છે, પણ ગુણોના બુહમાન સ્વરૂપ નથી.
બીજું “શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર એ સર્વ-સદ્ગુણોમાં શીરોમણી જે “વિનય સદ્ગુણ છે તેના આદર અને પાલન સ્વરૂપ છે. " મોક્ષનું મૂળ વિનય છે વિનય વિના જ્ઞાન નથી. “જ્ઞાન વિના દર્શન નથી. દર્શન વિના ચારિત્ર નથી. ચારિત્ર વિના મોક્ષ નથી. મતલબ કે મોક્ષને માટે ચારિત્રની જરૂર છે. ચારિત્ર માટે શ્રદ્ધાની જરૂર છે. શ્રધ્ધા માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાન માટે વિનયની જરૂર છે.
યોગ્યનો વિનય એ સવિનય છે. શ્રી પંચ-પરમેષ્ઠી-નમસ્કારમાં તાત્વિક ગુણોને આ ધારણ કરવાવાળી વિનયને પાત્ર, ત્રિકાળ અને ત્રિલોકવર્તી સર્વ-વ્યક્તિઓને નમસ્કાર કરવામાં આવે છે. શ્રી પંચ-પરમેષ્ઠીનમસ્કારમાં- નમસ્કારને યોગ્ય વ્યક્તિઓ સર્વ પ્રધાન હોવાથી તેમને થતો નમસ્કાર એ, સર્વ-મંગલોમાં પ્રથમ-મંગલ-સ્વરૂપ અને સર્વવિનયોમાં પ્રધાન વિનય સ્વરૂપ બની જાય છે.
પ્રધાન વિનય-ગુણના પાલનથી પ્રધાન (યથાર્થ) જ્ઞાન, પ્રધાન (તાવિકો દર્શન, પ્રધાન (શ્રેષ્ઠ) ચારિત્ર અને પ્રધાન (અવ્યાબાધ) સુખની પ્રાપ્તિ થાય છે.
[ ૪૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org