________________
બે કાન, બે આંખ, બે નાકના બે છિદ્ર અને એક મોં એમ સાત છિદ્રોને સાત આંગળીઓથી બંધ કરી શ્રી નવકારના પ્રથમપદના સાત અક્ષરોનું સ્મરણ કરવામાં આવે તો દેવલોકના ઘંટરવ, દિવ્ય સંગીત રૂપ, દિવ્ય ગંધ અને દિવ્ય રસનો અનુભવ થાય છે. (Do and See) અંદર ઉંડા ઉતરો ને અનુભવ કરો.
(૫) મનુષ્ય શરીરમાં અનેક ચક્રોછે, તે ચક્રો ઉઘડી જાય તો અદ્ભૂત શક્તિઓ પ્રાપ્ત થાય છે.
બારાખડી એ પરમાત્મપદની ચાવી છે. અર્હ પદમાં બારાખડીનો પહેલો ને છેલ્લો અક્ષર છે, અને તે ઉપર અનુસ્વારનું બીજ છે. અક્ષરોમાં અનુસ્વાર લગાવવાથી ગજબ તાકાત આવે છે.
અનુસ્વાર એ શબ્દની તીવ્ર ધાર છે. આત્માનું મૂળ ઉંચે છે, કેમ કે પંચપરમેષ્ઠિઓ ઉંચે છે. ચાર ડાળીઓ નીચે છે. છંદ શાસ્ત્રો એનાં પાંદડાં છે. માત્ર તેને જોવાથી મોક્ષનો કે આત્મત્ત્વનો અનુભવ નહિ થાય.
(If you look at sky, you will see sun moon etc.) જો તમે ઉંચે આકાશમાં જોશો તો સૂર્ય-ચંદ્ર વિગેરે દેખાશે. (If you look at earth, you will see dust, dust and dust.) જો તમે નીચે પૃથ્વી પર જોશો તો ધૂળ-ધૂળ અને ધૂળ જોશો.
અહીં એ પૃથ્વી છે. એ આકાશ છે. આત્મતત્ત્વને અનુભવવા માટે જોવાનું છોડી ને જોતાં શીખો.
(૬) જગતમાં મનુષ્યજન્મ કરતાં શ્રેષ્ઠ વસ્તુ બીજી નથી. માનવનું શરીર એ પરમાત્માની પ્રતિમા છે. શરીર એ પરમાત્માની પ્રતિમા છે. શરીરવચન-મનમાંથી અનંત શક્તિઓ વરાળ ને વીજળીની માફક ફોગટ વહ્યા કરે છે, તેને પંચ સમિતિને ત્રણ ગુપ્તિના પાલન વડે કાબૂમાં લઈ શકાય છે. (૭) આત્મક્ષેત્રમાં વિચાર એ બીજ છે. મનમાં આવેલા વિચારો બીજનું કામ કરે છે. બીજ બે જાતના છે. શુભ અને અશુભ શુભ વિચાર એ આંબાના બીજ તુલ્ય છે. અશુભ વિચાર એ બાવળનાં બીજ તુલ્ય છે. સારા બીજોને વાવવાનાં હોય છે, ખરાબ બીજોને બાળવાનાં હોયછે, મનને સારા વિચારોમાં રોકવા માટે સહેલો ઉપાય પંચપરમેષ્ઠીનો જાપછે. હરતાં-ફરતાં,
[૧૧૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org