________________
“મારો ભાર હલ્કો કરી નાખ” એવી વિનંતિ નથી કરતો ! પણ “ભાર વહન કરવાનું બળ’” મને મળે એવું તો વરદાન દે !
સુખમાં તને નત મસ્તકે સ્મરૂં અને દુઃખમાં તને કદી પણ ના વિસ્મરું
વળી
આખું જગત મારો ઉપહાસ કરે તેવા સમયે પણ હું તારા ઉપર શંકાશીલ ના બનું એવું તો રૂડું વરદાન દે !
ઉદારદીલ ! દાનેશ્વરી !! છતાં !
કૃપણ !!!
આ શું ?
હું તારી પાસે કેટલાય વખતથી ભીખ માગવા આવ્યો છું? તને જ્યાં ત્યાં ખોળું છું !
પણ તું ના જડ્યો ! ! !
આખરે તું મારા જ નાના ઘરના ખૂણામાં ભરાઈ બેઠો હતો ! મેં ખોળ્યો !!!
પકડ્યા તારા ચરણો !!!
ઉભા થઈ મેં મારી ઝોળી પાથરી ત્યાં તેં ઉચ્ચાર્યું ‘ભિક્ષાં દેહિ’ હું આ શું સત્ય સાંભળી રહ્યો છું !
ભીખારી પાસે પણ ભીખ માગવી ?
આ ઉદારદીલ ! દાનેશ્વરી ! કે કૃપણ !
ઠીક ! ત્યારે !
લે આ મારી વાસનાઓ !!
હું હળવો થાઉં !
લે નવકાર ! લઈ જા ! લઈ જા ! લઈ જા ! !
તું ઉદાર અને દાનેશ્વરી છતાં મારા માટે
[૧૫]
Jain Education International
કૃપણ
For Private & Personal Use Only
!!
www.jainelibrary.org