Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 183
________________ મહામંત્રના દિવ્ય તેજસ્વી વર્તુલ (જમાં શ્રી નવ મહામંત્રના દરેક પદોના ચિત્રાત્મક-પ્રતીક રૂપ ભાવવાહી સ્થાપના છે) તરફ આરાધક જીવ દૃષ્ટિ સ્થિર કરે છે. તેજસ્વી વર્તુળના ઉપરના ભાગે નિરંજન નિરાકારૂપ સિદ્ધ પરમાત્માના શાશ્વતપદને લક્ષ્યરૂપે મગજમાં સ્થિર કરે છે. દષ્ટિ અને મગજની ધ્યેયલક્ષિતા દર્શાવનારી તેજરેખા પારાધક ભાગ્યશાળીના નેત્ર અને મસ્તકમાંથી નિકળતી દર્શાવી છે. આવી સુંદર પદ્ધતિપૂર્વકની આરાધનાની મંગળપદ્ધતિ અપનાવવાના પરિણામે આરાધક ભવ્યાત્માની પાછળની ભાગે મોહનીયકર્મની વિશિષ્ટ પર્વતીય ગુફા વગેરેમાં વસનાર કર્મરૂપ મહારાક્ષસ (જે કે દુષ્ટાધ્યવસાયરૂપ તીક્ષ્ણ અણીદાર ભાલો અને દુરાચારરૂપ ખડગતલવાર લઈ) અનાદિકાળથી દરેક જીવાત્માની પૂઠે પડ્યો છે, પણ તે હતવીર્ય બની જાય છે, તેનું જોર કંઈ ચાલતું નથી, પરિણામે આરાધક ભાગ્યશાળીના મુખારવિંદ પર પૂર્ણ નિર્ભયતા અને સ્વસ્થતા ઝળકે છે. તેમજ આરાધક મહાનુભાવ પોતાના શિર છત્રરૂપે શ્રી નમસ્કારમહામંત્રની પરમોચ્ચ આધ્યાત્મિક શક્તિઓ અને દરેક વર્ષે ૧૦૦૮ ઉત્કૃષ્ટ વિદ્યાઓની મહાશક્તિઓના સંયુક્ત ઓજસ્વી પ્રવાહને પોતાના મસ્તકે વરસતો કલ્પી અવર્ણનીય પ્રસન્નતા અનુભવે છે. આ સઘળો ય આરાધનાના રાજમાર્ગે સફળપણે સંચરવાનો કે વિકાસ કરવાનો આધાર શ્રી અરિહંત પરમાત્માના સફળ માર્ગ નિર્દેશરૂપ શાસન ઉપર છે. તેથી આ ચિત્રમાં મધ્યભાગે સૌથી વધુ તેજસ્વી તારકસમા શ્રી અરિહંત પરમાત્મા દર્શાવ્યા છે. આ રીતે આ ચિત્રમાં સાધકે-સાધનોના ઉપયોગમાં વિક્ષેપ ઉભો કરનારા અનાદિકાલીન સંસ્કારોના ગુંચવાડા ઉપજાવનાર બાધક કર્મસત્તાના ચિત્રવિચિત્ર પ્રકારો પર વિજય મેળવી શી રીતે સફળ આરાધના કરવી? તેનું સંક્ષિપ્ત સર્વાંગસંપૂર્ણ દિગ્દર્શન જણાવ્યું છે. અધિકારી મુમુક્ષુ જીવો ગુરુગમથી વિશેષ ખુલાસો મેળવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200