________________
મહામંત્રની વિશદ આરાધનાના મર્મને સમજી જીવનમાં મંગળમય આરાધનાના ભાગ્યશાળી બને.
(૨) સર્વશિરોમણિ શ્રી નવકાર ચિત્ર પરિચય
( ચિત્રપટ ટાઇટલ પેજ નં.- ૪ ઉપર)
શ્રી નવકાર મહામંત્રને શાસ્ત્રોમાં ઉપમાતીત-વિશેષણોથી વર્ણવ્યો છે, તેમ છતાં શ્રી નવકારની અસીમ-શક્તિઓના સામાન્ય પરિચય માટે અમુક વિશિષ્ટ ઉપમાઓ જણાવાય છે, પણ તે ખરેખર શ્રી નવકારના યથાર્થ સ્વરૂપને જણાવી શકતી નથી.
આ વાતને સ્પષ્ટ રીતે સમજવા માટે આ ચિત્ર છે.
આ ચિત્રમાં વચગાળામાં ખૂબ જ શ્યામ રંગની પૃષ્ઠ ભૂમિકા આપણા જીવનમાં ખૂબ જ ગાઢ રીતે ફેલાયેલ મિથ્યાત્વ-અજ્ઞાનાદિનો અંધકાર સૂચવે
છે.
તેમાં વાદળી પૃષ્ઠ–ભૂમિકાએ સફેદ સ્ફટિક જેવા અક્ષરોની ચમકતો શ્રી નવકાર સિદ્ધ પદની શાશ્વત ભૂમિકાએ શુદ્ધ લક્ષ્યને મેળવવા સંયમની સાધના કરી જાગૃતિવાળા સાધુ પદના મહત્વને ધ્યાનમાં રાખી શ્વેત વર્ણથી શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાની પ્રધાનતા શ્રી નવકારના આરાધકો માટે દર્શાવી છે.
આને ફરતા બહા૨ના વર્તુલમાં નીચેથી ખીલેલી ફળસમૃદ્ધ વેલડીના દૃશ્યમાં નવ ચીજો શ્રી નવકારની અનુપમ શક્તિનો પરિચય આપનારી દર્શાવી છે.
સૌથી ઉપરના મથાળે દશ કલ્પવૃક્ષો પાંચની બે લાઈનમાં દર્શાવ્યા છે તે અમે સૂચવે છે કે -
“યુગલીયા વગેરે પુણ્યશાળી જીવોની સઘળી મનોકામના પૂર્ણ કરનારાં આ કલ્પવૃક્ષો મનથી ચિંતવેલું જ માત્ર આપે છે અને તે પણ પુણ્યસાપેક્ષ રહીને જ !”
ગમે તેને ગમે તે ચીજ ગમે તેટલી આપવાની શક્તિ કલ્પવૃક્ષમાં
[૧૬૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org