________________
(૩) શ્રી નવકાર મંત્રની ધૂન (રઘુપતિ રાઘવ રાજારામ)
સેવો મંત્ર સદા નવકાર, એ છે ભવજલ તારણહાર એનો મહિમા અપરંપાર, એ છે અક્ષય સુખનું દ્વાર, જે કોઈ ધ્યાવે તે સુખ પાવે, કરે કર્મ સંહાર. નવકારને જે ભાવે સમરસે, તેના સરસે સઘળા કાજ. ા૨ા ભવસાગરને તરવા માટે, આ છે તરણ જહાજ. અસુર હશે તે સુર થાશે સમજશે સારાસાર, સઘળા પાપો પરિહરીને, પહોંચાડે છે જે મુક્તિ દ્વાર. માટે સઘળા નર ને નાર, સેવો એક ચિત્તે નવકાર, સેવો મંત્ર સદા નવકા૨, એ છે ભવજલ તારણહાર.
Jain Education International
u.
For Private & Personal Use Only
૫૧
(૪) શ્રી નવકાર-મહામંત્ર-માહાત્મ્ય
દશમે અધિકારે, મહામંત્ર નવકાર
મનથી નવિ મૂકો, શિવસુખફલ સહકાર. એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર,
સુપરે એ સમરો, ચૌદ-પૂરવનો સાર. જનમાંતર જાતાં, જો પામે નવકા૨,
તો પાતિક ગાળી, પામે સુર અવતાર. એ નવકા૨ સરીખો, મંત્ર ન કોઈ સાર,
ઈહભવ ને પરભવે, સુખસંપત્તિ દાતાર, જુઓ ભીલ-ભીલડી, રાજા-રાણી થાય,
નવકા૨ મહિમાથી, રાજસિંહ મહારાય, રાણી રત્નવતી બેહુ, પામ્યા છે સુરભોગ,
એક ભવ પછી લહેશે, શિવવધૂનો સંજોગ. શ્રીમતીને એ વળી, મંત્ર ફલ્યો તતકાલ,
[૧૪૬]
૫૪.
www.jainelibrary.org