________________
મહામંત્ર અને તેલી સાધના
(૧) મહામંત્રના પ્રથમ બે પદ દેવપદ છે, પછીના ત્રણ પદ ગુરૂપદ છે. ણમો પદનું રહસ્ય માર્ગાનુસારિતા છે. કેમ કે નમસ્કારની ક્રિયા મોક્ષ અપાવે છે, તેમાં આલંબન દેવ-ગુરૂ છે. કર્મ બંધન કાયા-વચન-અને મન ત્રણ વડે થાય. મન-વચન કાયા વડે નમસ્કાર કરવાથી તે ત્રણે પ્રકારના કર્મોનો નાશ થાય છે.
૩૧
ન
(૨) નવકા૨ જાપમાં એકાગ્રતા જરૂરી છે. જે વસ્તુની એકાગ્રતા લાવવી હોય તેના ગુણમાં રસ થવો જોઈએ. બીજા વિચારો ન આવે તેનો નિષેધાત્મક (Negative) પ્રયત્ન કરવાને બદલે જેનો જાપ કરીએ તેનો (Positive) વિચાર કરવો જોઈએ.
એકાગ્રતા લાવવા માટે માળા અને સ્થાન નિયત જોઈએ. સ્થાનસ્થાપવામાં પણ રહસ્ય છે. એક જ સ્થળે આસન કરવાથી અને એક જ નવકારવાળી વડે જાપ કરવાથી પવિત્ર પરમાણુઓનો સંગ્રહ થાય છે.
(૩) સંજ્ઞી પંચેન્દ્રિય માનવ શરીરમાં અદ્ભૂત શક્તિઓ છે, જે દેવતા-નારકી વગેરેના શરી૨માં અલભ્ય છે. માનવ-શરીરની પીઠમાં કરોડરજ્જુ છે તેને મેરૂદંડ કહેવાય છે, તેમાં પણ રહસ્ય છે. બેસવામાં શરીર ટટ્ટાર રાખવાથી મન સ્થિર થાય છે.
(૪) મનને આત્મા સાથે જોડે, અંતર્મુખ બનાવે તે યોગ.
મનુષ્ય શબ્દ મન્ ધાતુ પરથી થયો છે મનન કરવા માટે મન છે, મનન કરવાથી આત્માનું રક્ષણ કરે તે મંત્ર છે. મંત્રની સાધના એક પ્રકારનો યોગ છે. મનને આત્મા સાથે જોડવું પણ બહાર ભટકતું ન રાખવું. તેથી અતિન્દ્રિય સુખ ઉપજે છે.
પદાર્થમાં સુખ નથી, સુખ આત્મામાં છે, આત્મા અનંત સુખશક્તિનો ખજાનો છે. પુદ્ગલમાં ગમે તેટલા રૂપ-રસ, સુખ-દુઃખની માત્ર કલ્પના છે. આત્માની પોતાની ચીજ કેમ પ્રાપ્ત કરવી ? તે યોગ શીખવે છે, યોગવિદ્યા, અધ્યાત્મવિદ્યા એ પોતાની વિદ્યા છે.
[૧૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org