________________
કરીએ નવકાર ધ્યાન
દરેક વસ્તુમાં રહેલી બાહ્ય યોગ્યતા નિમિત્તના આધારે પ્રગટે છે. આ રીતે જગતના સનાતન સહજ સિધ્ધ સ્વભાવ અનુસાર દરેક પદાર્થ પોતાની અસ્તિત્વનો પરિચય યથાયોગ્ય રીતે આપતો હોય છે, છતાં વ્યવસ્થિત રીતે શક્તિઓના અનુભવ માટે બંધારણ ની અપેક્ષા રહે છે.
૨૯
તેથી અનાદિકાલ શાશ્વત શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના દરમ્યાન તેની શક્તિઓ યથા યોગ્ય આરાધક પુણ્યાત્માઓને મળી રહે તે હેતુથી વિશિષ્ટ જ્ઞાનીઓએ જ ઉપયોગની મહત્વપૂર્ણ ભૂમિકાનો પરિચય જરૂરી માન્યો છે.
જાપ કરવો એટલે તે શબ્દોને વ્યવસ્થાપૂર્વક અવિરત પણે ઉચ્ચારવા; પણ તે શબ્દોની શક્તિને ઝીલવા માટે આપણા માનસ માં થોડીક ભાવનાની ભૂમિકા તૈયાર કરવી ઘટે.
તે આ પ્રમાણે-મોટા અગાધ સમુદ્રની કલ્પના કરી તેની વચ્ચે એક મોટા કમલની કલ્પના કરવી.
પછી તે કમલ પર પદ્માસને બેસી ઉપર પ્રતિક અને આસપાસ અરિહંત અને સિધ્ધપદની મુદ્રા એ ત્રણેના સંયુક્ત શક્તિના પ્રવાહની વૃષ્ટિ આપણા ઉપર થઇ રહેલ છે તેવું કલ્પી તેનાથી ભીંજાઇને ઉખડવા માટે તૈયાર થઇ રહેલા કર્મમળને નવકારના અક્ષરોરૂપ ઉખાડવાના સાધનથી કર્મમળ ઉખેડીને આત્મા કર્મમળથી ચોખ્ખો થઇ રહ્યોછે એવું કલ્પવું.
ક્ષીર સમુદ્ર કમલ દંડ
બે પાંદડા
કમળ
શ્રુતજ્ઞાન સમુદ્ર
= આરાધક ભાવ
Jain Education International
=
= અધ્યવસાય શુધ્ધિ-સંકલેષ હાનિ
કર્મનિર્જરાની બુદ્ધિ
-
આ રીતે ધ્યાન કરવાથી શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ આત્મશુધ્ધિકર નીવડે છે.
[૧૧૬]
For Private & Personal Use Only
www.jainelibrary.org