________________
સાથે સંબંધ થાય છે. ને તેના ગુણોનું ખેંચાણ થાય છે, તથા પોતાના આત્માની અંદર તે ગુણો ઉતરે છે.
અરિહંતોનું તથાભવ્યત્ત્વ પરોપકારવૃત્તિથી ભરપૂર છે. તેમની સ્વભાવજન્ય પરોપકારપરાયણતા અગાધ-અખૂટ અને અનંત છે. અરિહંતોની મુડીથી આપણો ધર્મ વ્યવહાર ચાલે છે. તે ઉપકારનો બદલો વાળવાનું એક સાધન શ્રી નવકારનું આરાધન છે.
(૧૨) આખા શરીરમાં વધારે અગત્યનો પ્રદેશ હૃદય છે. હૃદયથી ચૌદ રાજલોક સાથે સંબંધ સાધી શકાય છે. હૃદયમાં કમળ છે, તેને આઠ પાંખડીઓ છે, તે ઉંઘી છે, તે કારણે બુદ્ધિ અધોગામી છે. નવકારના પદોને હૃદયમાં સ્થાપીને ઉપાસના કરવાથી તે ઉર્ધ્વમુખી થાય છે.
(૧૩) જાપમાં રંગનું પણ મહત્ત્વ છે. સફેદ રંગ આત્માને ઉજ્જવળ બનાવી મોક્ષ પદને અપાવે છે,
અક્ષરમાં પણ અપૂર્વ અને અનંત સામર્થ્ય છે. હૃદયરૂપી પાટીઆ (Black-Board) ઉપર એવા સફેદ અક્ષરો લખેલા છે, તેમ કલ્પના કરીને વાંચવા. તે અક્ષરો સફેદ-હીરા જેવા ઝગમગતા કલ્પીને વાંચવાથી તેનું ધ્યાન થાયછે.
ધ્યાન એટલે ચિત્તની તન્મયતા, જાપની સાથે ધ્યાન જોડવાથી વિશેષ લાભ થાય છે. મંત્રના અક્ષરો એ રીતે વિચારપૂર્વક વાંચવાથી પરમાત્મતત્ત્વ સાથે આત્માનું અનુસંધાન થાય છે. ધ્યાન વખતે જેટલી તન્મયતા, તીવ્રતા અને એકાગ્રતા વધારે તેટલો લાભ વધારે થાય છે. (As a man thinks so he becomes) માણસ જેવું ચિંતન કરે છે, તેવો તે થાય છે. એ વાત આજે વિજ્ઞાન પણ સ્વીકારતું થયું છે.
ઉપાસના એટલે ? આરાધના એટલે.... ઉપાસના. ઉપ = પાસે, આસન = બેસવું.
એટલે કે... આરાધ્યતત્વની આજ્ઞાના પાલન કરવાના યથાશક્ય પ્રયત્ન સાથે આરાધ્ય તત્વની નજીક જવાનો પ્રયત્ન તેનું નામ જ – ઉપાસના = આરાધના.
છે
[૧૨૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org