________________
ઉઠતાં-બેસતાં, તેમાં મન-વચન-કાયાના યોગોને જોડી શકાય છે.
(૮) નવકાર વિઘ્ન હરે છે, પાપ ટળે છે, અસંખ્ય જન્મોના કુસંસ્કારોને બાળે છે. ગુરૂમુખે નવકાર મળે તો જ તે ફળીભૂત થાય છે. ગુરૂ પાસે વિધિપૂર્વક તેનો પાઠ લેવો જોઈએ. ભાવમન એક અમૂલ્ય ભંડાર છે, તેમાં સંસ્કારોના સંગ્રહ થાય છે. સામગ્રી મળે ત્યારે તે પ્રગટે છે. નવકારના જાપથી શુભ સંસ્કારોના સંચય થાય છે.
(૯) મનને સ્થિર રાખવા માટે સ્વાધ્યાય ઉત્તમ સાધનછે. ક્રિયાયોગ અને વચનયોગ સરળ છે. મનનો યોગ દુષ્કર છે. આત્માના અધ્યવસાયો અરૂપી છે, ચૈતન્ય સ્વરૂપ છે. જડ કરતાં ચૈતન્યની શક્તિ અનંત છે.
ચૈતન્યની જેટલી શુદ્ધિ થાય તેટલો જીવને ઉપકાર થાય છે. મલિનતા થાય તેટલો તેને અપકાર થાય છે. સન્ક્રિયાથી મનની શુદ્ધિ થાય છે, તેથી અધ્યવસાયો શુદ્ધ બને છે. તેથી સ્વ-૫૨નું કલ્યાણ થાય છે. પોતાના અધ્યવસાયોને મલિતનતાથી દૂર કરે તે મંગળ, અને તે મંગળ પાપનો નાશ કરે છે. લેખન કે ઉચ્ચાર એ ભાવમંગળનું સાધન છે. અધ્યવસાયોની શુદ્ધિ તે ભાવમંગળ છે.
(૧૦) તર્ક કરતાં શ્રદ્ધાનું સામર્થ્ય વધુ છે. પાંચ ઈન્દ્રિયો અને મનથી તર્ક થાય છે, પણ પાંચ ઈંદ્રિયોની અને મનની શક્તિ મર્યાદિત છે. જગતમાં અનંત સૂક્ષ્મ અને અમૂર્ત પદાર્થો અનંત છે, તેને જાણવા માટે યોગદ્રષ્ટિ અનુભવદ્રષ્ટિ જોઈએ. કેવળ તર્ક અપ્રતિષ્ઠિતછે. શાસ્ત્રોનો અને દિવ્યદ્રષ્ટિનો આધાર લઈને તર્ક કરે તો જ તત્ત્વનિર્ણયમાં સફળતા મળે.
જે વસ્તુની ઉપાસના કરીએ તેના ગુણો આપણામાં આપો આપ આવી જાયછે. આ વિષય તર્કનો નથી પણ શાસ્ત્રનો, શ્રદ્ધાનો, અનુભવનો છે. નામની અને આકૃતિની ઉપાસના કરવાથી ઉપાસ્યના ગુણો આપોઆપ ખેંચાઈ આવે છે.
(૧૧) મન બે પ્રકારના છે. બાહ્ય અને આંતર. બાહ્ય મન દ્રશ્ય મન છે, તેથી પૌદ્ગલિક છે. આંતરમન ભાવમન છે, તેથી આત્મિક છે. બાહ્ય મન ઉંઘતું હોય ત્યારે પણ આંતરમન જાગ્રત રહે છે.
નામ અને આકૃતિની ઉપાસનાથી મનને ઉપાસ્યના મૂળ આત્મા
[૧૨૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org