Book Title: Pal Pal Samaro Shri Navkar
Author(s): Naychandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 150
________________ દે એવું મહાસત્વવંતુ વાતાવરણ જગતમાં જન્મો ! શુ જેના સ્પર્શ માત્રથી પાપી વિચારોના ગાત્રો ઠંડા પડી જાય આવો અનુભવ વિર્યોલ્લાસ ભવ્ય આત્માઓના જીવનમાં પ્રગટ થાઓ! એકમેકને હણવાની અતિઝેરી વૃત્તિનો સમૂળ ઉચ્છેદ થાઓ! આત્માઆત્મા વચ્ચેનો સદ્દભાવ ખૂબ ફાલો ! ખૂબ ફાલો ! ખૂબ ફળો અને ખૂબ વિસ્તરો! જ માનવ-માનવનું અહિત ઈચ્છે એવા ઝેરી વાતાવરણમાં કોઈ જીવનો વાસ ન રહો! જ બધા જીવોને સર્વશ્રેયસ્કર મહાવિશ્વશાસનનું અનન્ય શરણું પ્રાપ્ત થાઓ! જ માનવીની સમગ્રતા બનો! પરહિતચિંતામાં એકાકાર! = ચાર ગતિમાં રહેલા સર્વ આત્માઓને વારંવાર પંચપરમેષ્ઠી ભગવંતોનો અનંત ઉપકાર યાદ આવો! પરમોપકારી શ્રી અરિહંત પરમાત્માની ભવજલતારિણી આજ્ઞાને જીવનની સમગ્રતાનો અભિષેક કરવા વડે બધા જીવો કૃતજ્ઞતાની બદનામીથી બચો! = અફાટ સાગરજળ ઉપર ચાંદની પથરાયતેમ માનવપ્રાણીઓના દેહમાં લોહી ઉપર આત્માના ઉજ્જવળભાવ ફ્લાઓ ! સર્વમાનવ બંધુઓની આપવડાઈ અને પરનિંદાની ચીકણી ગાંઠ વહેલી વહેલી ગળી જાઓ! જ સહુ માનવોને ખૂબ ખૂબ ગમી જાઓ પરાર્થવૃત્તિ! = સહુના જીવન પ્રવાહ તે પવિત્ર રાજમાર્ગે વળો! જ માનવ માત્રના મનમાં દઢપણે અંકિત થાઓ મહામંત્ર શ્રી નવકારના અક્ષરો! = તે અક્ષરોની અચિંત્યશક્તિ તેને સર્વશક્તિમાન બનાવો ! = સાત્વિકતાની અમરવેલ ફળો વિશ્વ મંડપે ! જ તપના તેજ સહુના જીવનને સોના જેવા શુદ્ધ બનાવો ! = ઈન્દ્રિયોના બહિર્ભમણ બંધ થાઓ! ઉઘડો અંતરદ્વાર સહુના ! [૧૧૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200