________________
દે એવું મહાસત્વવંતુ વાતાવરણ જગતમાં જન્મો ! શુ જેના સ્પર્શ માત્રથી પાપી વિચારોના ગાત્રો ઠંડા પડી જાય આવો અનુભવ વિર્યોલ્લાસ ભવ્ય આત્માઓના જીવનમાં પ્રગટ થાઓ! એકમેકને હણવાની અતિઝેરી વૃત્તિનો સમૂળ ઉચ્છેદ થાઓ! આત્માઆત્મા વચ્ચેનો સદ્દભાવ ખૂબ ફાલો ! ખૂબ ફાલો ! ખૂબ ફળો અને
ખૂબ વિસ્તરો! જ માનવ-માનવનું અહિત ઈચ્છે એવા ઝેરી વાતાવરણમાં કોઈ જીવનો
વાસ ન રહો! જ બધા જીવોને સર્વશ્રેયસ્કર મહાવિશ્વશાસનનું અનન્ય શરણું પ્રાપ્ત થાઓ! જ માનવીની સમગ્રતા બનો! પરહિતચિંતામાં એકાકાર! = ચાર ગતિમાં રહેલા સર્વ આત્માઓને વારંવાર પંચપરમેષ્ઠી ભગવંતોનો
અનંત ઉપકાર યાદ આવો! પરમોપકારી શ્રી અરિહંત પરમાત્માની ભવજલતારિણી આજ્ઞાને જીવનની સમગ્રતાનો અભિષેક કરવા વડે બધા જીવો કૃતજ્ઞતાની
બદનામીથી બચો! = અફાટ સાગરજળ ઉપર ચાંદની પથરાયતેમ માનવપ્રાણીઓના દેહમાં
લોહી ઉપર આત્માના ઉજ્જવળભાવ ફ્લાઓ ! સર્વમાનવ બંધુઓની આપવડાઈ અને પરનિંદાની ચીકણી ગાંઠ વહેલી
વહેલી ગળી જાઓ! જ સહુ માનવોને ખૂબ ખૂબ ગમી જાઓ પરાર્થવૃત્તિ! = સહુના જીવન પ્રવાહ તે પવિત્ર રાજમાર્ગે વળો! જ માનવ માત્રના મનમાં દઢપણે અંકિત થાઓ મહામંત્ર શ્રી નવકારના
અક્ષરો! = તે અક્ષરોની અચિંત્યશક્તિ તેને સર્વશક્તિમાન બનાવો ! = સાત્વિકતાની અમરવેલ ફળો વિશ્વ મંડપે ! જ તપના તેજ સહુના જીવનને સોના જેવા શુદ્ધ બનાવો ! = ઈન્દ્રિયોના બહિર્ભમણ બંધ થાઓ! ઉઘડો અંતરદ્વાર સહુના !
[૧૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org