________________
જ્જ લોક આખો ઝળહળી ઉઠે ધર્મના પ્રકાશ વડે !
≈ભવના ઘાટ ઉપર ઝીંકાતી સહુ જીવોની કાયા અશુભ ભાવના કલેશ રહિત બનો !
← પરમ કલ્યાણની પવિત્ર ગંગા લોકમાં સદા વહેતી રહો !
≈ વહાલા માનવોની પાપ પ્રતિકારની શક્તિ બુલંદી પર પહોંચો ! ક્ષુદ્ર વિચારોના વાડામાં પૂરાએલા બધા જીવો સવેળા મુક્ત થાખો ! ≈ સહુના પ્રાણોમાં પોકાર જાગો, દેવાધિદેવના દર્શનનો ! લોક સદા મધમધતો રહો સાધુતાની સુવાસ વડે ! લોક આખો સળવળી ઉઠો પરમાર્થ કાજે !
આત્માના શુભ ભાવનો મહાઘોષ લોક આખામાં ફરી વળો ! ≈ ન વરસો અકલ્યાણના કાળાં વાદળાં કોઈના જીવનમાં ! = જગતના બધા જીવો
પરમ કલ્યાણ પામો !
પરમ કલ્યાણ પામો !!
પરમ કલ્યાણ પામો !!!
આરાધક રહેજે સાવધાન
જાપ કરતી વખતે વિચારોનું તંત્ર ખળભળી ઉઠે તો તેનાથી ગભરાવવું નહી.
Jain Education International
કેમકે... અંતરની ભૂમિકામાં પડેલ અશુભ-રાગાદિના તત્વો જાપ શક્તિથી થરથરી ઉઠીને બહાર નીકળાવા મથે છે. તેથી વિચાર તંત્ર ડહોળાય છે; પરંતુ ત્યાં વિહવળ ન થવું, યોગ્ય ગુરુગમ દ્વારા માર્ગદર્શન મેળવીને સ્થિર થવું.
[૧૨૯]
For Private & Personal Use Only
www.jainelibrary.org