________________
કલ્યાણની પ્રવૃત્તિમાં ઓતપ્રોત બનો !
ત્રિભુવન હિતકર શ્રી અરિહંત પરમાત્માના દર્શનનું સહુને ઘેલું લાગો ! આર્ત અને રૌદ્રધ્યાનની ભીષણ જવાળાઓના વમળમાં ન અટવાઓ જીવન કોઈના !
લોકમાં વાગો સર્વમંગલની શરણાઈ !
“શિવમસ્તુ સર્વ જગતઃ'' ની લાગે લગન સહુને !
પરિગ્રહ ગ્રહે જન્માવેલા સઘળા વિગ્રહો શાંત થાઓ !
કાન સહુના કલ્યાણ સુધાઝરણા પરમાર્થવૃત્તિના સંગીત કાજે તરસો ! ≈ સર્વ મંગલમય દ્રશ્યો જોવાની સહુના નયનોની તૃષા ખૂબ ખૂબ વધો ! પ્રાણીશ્રેષ્ઠ માનવ-બંધુના કોઈ અંગને અકલ્યાણ ભાવ સાથે સંબંધ ન રહો !
જાગૃત માનવોના રોમેરોમે જગતના સર્વજીવોના દુઃખો દૂર કરવાની તીવ્ર આતુરતા પ્રગટો !
સમર્પણ ભાવના મહાસાગર સરખા શ્રી નવકારનો જાપ સંહુના અંતર અને આવાસને નિર્મળ બનાવો ! તેજસ્વી બનાવો ! સર્વકલ્યાણના મહાભાવને લાયક બનાવો !
≈ સહુના મનને શ્રી નવકાર મળી રહો !
સહુના હૃદયને સાચા સ્વામી મળી રહો ! કોઈ અનાથ ન હો !
કોઈનું મન ભવની ભઠ્ઠીમાં ન ભુંજાઓ !
સકળ લોકમાં શુભભાવની ચાંદની છવાઈ જાઓ !
જ્જ કોઈ જીવના શ્વાસોચ્છ્વાસને પણ સ્વાર્થની દુર્ગંધ ન રહો ! ≈ આત્મામાં વિશ્વમૈત્રીનું સુવર્ણપ્રભાત પ્રગટો !
ચૌદ રાજલોકમાં આત્મ દિવાળીનો આનંદ પ્રસરો !
≈ માનવબંધુઓના વદન પર ભવ્યત્વની પ્રભા ઝળકો !
≈ નિરાશા, ચિંતા, ભય, કટુતા, દ્વેષ, કાયરતા, અને સ્વાર્થને સહુ છોડી
[૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org