________________
પ્રકૃષ્ટ -ભાવથી પરમેષ્ઠીઓને કરેલો એક પણ નમસ્કાર, પવન જેમ જલને શોષવી નાંખે, તેમ સકલ કલેશ-જાળને દૂર કરે છે.
ताव ण जायइ चिंतण, चिंतियं पत्थियं च वायाए काएण समाढत्तं, जाव ण सरिओ णमुक्कारो ॥ १० ॥
ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાર્યોથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, કે જ્યાં સુધી શ્રી પંચ પરમેષ્ઠિનમસ્કારને મરવામાં નથી આવ્યો.
जं किंचि परमतत्तं, परमपयकारणं च जंकिंचि । तत्थ वि सो णवकारो, झाइज्जइ परमजोगिहिं ।। ११ ।।
જે કોઈ પરમ તત્ત્વ છે અને જે કાંઈ પરમ-પદનું કારણ છે, તેમાં પણ આ નવકાર જ પરમ યોગીઓ વડે વિચારાય છે.
ગુજરાતી દુહા (૧૦૮) :
...(૧)
......(૨)
એક જ અક્ષર એકચિત્ત, સમર્યા સંપત્તિ થાય, સંચિત સાગર સાતનાં, પાતિક દૂર પલાય. સકલ મંત્ર શિર મુકુટમણિ, સદ્ગુરુભાષિતસાર, સો ભવિયાં મન-શુદ્ધિશુ નિત્ય જપીએ નવકાર. શ્રી નવકાર સમો જગિ, મંત્ર ન યંત્ર ન અન્ય, વિદ્યા નહીં ઔષધ નહીં, એહ જપે તે ધન્ય. કષ્ટ ટળ્યાં બહુ એહને, જાપે તુરત કિદ્ધ, એહના બીજની વિદ્યા, નમિ વિનમિતે સિદ્ધ. રતન તણી જેમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય, ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ તેહને તુલ્ય.
[૧૩૩]
.....(૩)
... (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org