________________
પ્ર. ૨૧ શ્રી નમસ્કાર મહામંત્રમાં કોની આરાધના છે ? પંચ પરમેષ્ઠીઓની.
કેમ કે પાંચ પરમેષ્ઠીઓના આદર્શને સામે રાખી તેની આજ્ઞા પ્રમાણે જીવનનું ઘડતર કરવાનું બળ શ્રી નવકારથી પ્રાપ્ત થાય છે. પ્ર. ૨૨ મરતી વખતે નવકાર કેમ સંભળાવાય છે ?
શુભ ધ્યાન રહે તે માટે.
કેમ કે મરતી વખતે હજારો વિંછીના ડંખની વેદના થતી હોય છે. તેથી ભલભલાજ્ઞાનીઓ પણ દૂર્ધ્યાન ન થઈ જાય તે માટે બીજા બધા શાસ્ત્રોને એક બાજુ રાખી માત્ર નવકારનું જ સ્મરણ કરતા હોય છે. માટે નવકારથી શુભધ્યાન ટકી રહે, તેથી મરતી વખતે ખાસ નવકાર સંભળાવાય છે.
પ્ર. ૨૩ શ્રી નવકારનું સ્મરણ ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં કરી શકાય
ખરૂં ?
હા. શ્રી નવકારનું સ્મરણ ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં કરી શકાય કેમ કે નવકારનું સ્મરણ અશુભ સંસ્કારોને રોકવા માટે છે; આથી સ્મરણ ગમે ત્યારે થઈ શકે સુવાવડ આદિ અશુચિવાતાવરણમાં પણ હોઠ કે જીભ હલાવ્યા વિના નવકાર ગણી શકાય, અને ખાસ કારણે ઉંચા સ્વરથી પણ નવકાર બોલી શકાય.
પ્ર. ૨૪ શ્રી નવકારના જાપ માટે જરૂરી બાબતો કઈ ?
જાપની પદ્ધતિ પ્રમાણે તો ઘણી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, અને તે યોગ્ય જ્ઞાની ગુરૂ પાસેથી જાણી લેવી, છતાં ટૂંકમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.
(૧) નિયત સ્થાન. (આસન)
(૨) નિયત સમય.
(૩) નિયત સંખ્યા.
એટલે કે ચોક્કસ જગ્યાએ નક્કી કરેલા સમયે એક સરખી. સંખ્યાના ધોરણે શ્રી નવકાર મહામંત્રનો જાપ કરવો જરૂરી છે. તેનાથી ટૂંક સમયમાં ચિત્ત-શાંતિનો અનુભવ થાય છે.
[00]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org