________________
()
પોતાનાં કાર્યો માટે પારકી આશા સેવવી નહિ. સ્વજન સંબંધીઓ સાથે પણ મર્યાદિત વ્યવહાર રાખવો. સર્વ સંયોગસંબંધને બંધન રૂપ જાણવા.
કોઈ સ્તુતિ કરે તો ફુલાવવું નહિ, નિંદા કરે તો કોપાયમાન થવું નહિ. (૯) સદાચારી, ધાર્મિક પુરુષોની સેવા કરવી. (૧૦) તત્વની જીજ્ઞાસા રાખવી. (૧૧) જીવન પવિત્ર રાખવું. (૧૨) કષ્ટ વખતે સ્થિર - ધીર – રહેવું, (૧૩) નિર્દભ જીવન ગાળવું. (૧૪) ઈન્દ્રિયોના અનુકૂળ વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવો, (૧૫) સંસારનું વરુપપણું ચિંતવવું, (૧૬) શરીર, ધન, વૈભવ આદિની મૂછ ઉતારતા રહેવું. (૧૭) દેવ-ગુરૂ પ્રત્યે ભક્તિ વધારવી. (૧૮) સ્વાધ્યાય, ધ્યાન, જાપ માટે શાંત અને પવિત્ર સ્થાન પસંદ કરવું, (૧૯) સમ્યકત્વ દઢ કરવું. (૨૦) પ્રમાદને આધીન ન થવું. (૨૧) આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવા સદા ઝંખના રાખવી. (૨૨) વય, સદાચાર અને જ્ઞાનથી વૃદ્ધ પુરૂષોને અનુસરવું. (૨૩) કુવિકલ્પો છોડવા, (૨૪) પુદ્ગલ પ્રત્યેની મમતા ઘટાડવા પ્રયત્નશીલ થવું.
વગેરે બાબતો આરાધકો માટે જરૂરી છે. આ ઉપરાંત ગુરૂજન નિશ્રા અને વિવેક પૂર્વક વૈરાગ્ય જરૂરી છે.
NAVKAR 13 THE ESSENCE OF EVERYTHING કોણ શી નવકાર મહામંત્ર બધાનો સાર છે.
ET
[૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org