________________
મંત્રશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
તેથી શ્રી નમસ્કાર મહામંત્રના જાપ માટે પૂર્વ અને ઉત્તર દિશા જ્ઞાનીઓએ વિહિત કરી છે.
તેમાં પણ સવારના ૧૦ વાગ્યા સુધીના જાપ માટે પૂર્વ દિશા અને સૂર્યાસ્તથી રા ઘડી =(૧ કલાક)પછીના જાપ માટે ઉત્તર દિશાનું વિધાન છે.
રોજ જાપ નિશ્ચિત કરેલી દિશામાં મુખ રાખીને જ કરવો. ખાસ કારણ વિના વારંવાર દિશાનો ફેરફાર ન કરવો. નિશ્ચિત માળા:
શ્રી નમસ્કાર મહામંત્ર ગણવા માટે પ્રાથમિક જાપ (ઓછામાં ઓછો ૧૨૫૦૦ નવકારનો) નવકારવાળીથી જ કરવો જોઈએ.
માળા શ્વેત-શુદ્ધ સુતરની લેવી -
પણ જે ગૂંથવાની ઓછી મહેનત પડે તે હેતુથી અંદર જુનું કપડું ભરી ઉપર થોડુક ગૂંથીને બનાવેલ સુતરના મણકાવાળી હોય, તે અશુદ્ધ અને જાપ માટે અગ્રાહ્ય જાણવી.
બજારમાં સસ્તા ભાવે વેચાતી સુતરની માળાઓ લગભગ બધી અશુદ્ધ હોય છે, પણ જે માળાના મણકા અંદરથી ઉપર સુધી અખંડ સુતરથી ગૂંથીને જ બનાવેલ હોય તેવી માળા જાપ માટે વિહિત જાણવી.
ખરી રીતે તો સુતરની કોકડી-સોયો અને બીજા જે કંઈ સાધન હોય તે દરેકને ૪૧ નવકાર થી અભિમંત્રિત કરી શુદ્ધ વસ્ત્ર પવિત્ર દેહપણે એકેક નવકાર મહામંત્રી પદના ઉચ્ચાર સાથે એકધારાસળંગ દોરોથી (અંદર નીચેથી ઉપર સુધી) ગૂંથીને તૈયાર કરેલ મણકાવાળી માળા જાપ માટે શ્રેષ્ઠ કહેવાય!
તેવી માળાથી કરાતો જાપ ઝણઝણાટી ઉપજાવે અને આત્માની અંદર વહેતા શક્તિઓના ધોધને ઝીલવાનો અનુભવ કરાવે.
આમ છતાં જેટલી શક્ય હોય તેટલી પવિત્રતા જાળવવા સાથે ગૂંથાયેલ માળા માટે તત્પરતા રાખવાથી તરમતાએ જાપની અપૂર્વ શક્તિ સહજ રીતે અનુભવાય છે.
[૧૦૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org