________________
પવનના યોગે છતા થતા (દેખાતા) ઘરના કચરા ઉપર સાવરણી અદ્ધર - અદ્ધર ફેરવવામાં આવે તો કચરામાંથી ઝીણી રજ ઘરમાં જ રહી જાય, તેમ શ્રી નવકાર જાપ વડે આત્મપ્રદેશમાં રહેલો અશુભ કર્મરૂપી કચરો આઘોપાછો થાય, એટલે તેને ઉચ્ચ આત્મભાવપૂર્વકના વર્તન વડે ત્યાંથી સરળતા પૂર્વક દૂર કરી શકાય તેમ છે, આપણું વર્તન જેટલા અંશે તે આત્મભાવથી વેગળું રહે, તેટલો કચરો આપણા આત્મરૂપી ઘરમાં રહી જાય અને આસ્તે આસ્તે આત્માને બાઝી જઈને ટકી રહેવાના પ્રયત્નો પણ કરે.
જાપમાં ન હોઈએ તે સમયે જે પ્રકારનો ભાવ આપણા મુખ ઉપર હોય, લગભગ તેવો જ ભાવ જાપમાં હોઈએ છીએ ત્યારે પણ આપણા મુખ ઉપર હોય છે.
મતલબ કે શ્રી નવકારના જાપની વિશિષ્ટતમતા આપણા હૈયામાં હજુ બરાબર વસી નથી, નહિતર પંચપરમેષ્ઠી ભગવંતોના સર્વજીવ હિતકર ભાવનો સુયોગ કરાવી આપનારી તે જાપની ક્રિયામાં બેસતાંની સાથે આપણા મન અને મુખ ઉપર અનુપમ ભાવાત્મકતા અને ભાવ-મિલન વ્યાકુળતા પ્રગટ્યા સિવાય ન રહે.
ન
શ્રી નવકાર જેટલો જ ભાવ તેના જાપની ક્રિયાને નથી અપાતો, ત્યાં સુધી તેમાંના સર્વોચ્ચ ભાવ સાથે આપણા આત્માનો ભાવ એકરૂપ નથી થઈ શકતો.
જેવો શ્રી નવકારનો જાપ શરૂ થાય કે તરત જ ભવનો ગમે તેવો તાપ આપોઆપ વિદાય લેવા માંડે છે.
શ્રી નવકારને હર્ષભેર હૈયું અને મન સોંપી દેવાની ભાવના સિવાય ‘શ્રી નવકાર અમને ગમે છે.’ એમ બોલી નાખવું તે બાળચેષ્ટા ગણાય.
જેને શ્રી નવકાર ગમતો હોય, તે પુણ્યશાળી તેની વિધિપૂર્વકની મુલાકાતના ધન્ય અવસરે કેટલો પ્રસન્ન હોય ?
શ્રી નવકાર ના જાપ સમયે કેટલી પ્રસન્નતા આપણું મન અનુભવે છે? બહુ જ આછી ! તો તેનું કારણ શોધવું જોઈએ.
વાસ્તવમાં શ્રી નવકારના અક્ષરો ઊંડે સુધી નથી પહોંચતા, એટલે ત્યાં છૂપાઈને રહેલા દ્રવ્ય અને ભાવ કર્મોની આપણા આત્મા ઉપરની મજબૂત
[૧૧૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org