________________
આ ઉપરથી અન્યથા એટલે કોઈપણ રીતે ગણાતા શ્રી નમસ્કાર મહામંત્રનું મહત્વ જરા પણ ઓછું થતું નથી, જ્યારે રીતસરના જાપ શરૂ કરવાના હોય, “ત્યારે આ મર્કટ મન હવે તેમને સોંપ્યું; એની જવાબદારી હવે તમારી” એવી ભાવના ઉપાસ્ય દેવ-ગુરૂને પંચપરમેષ્ઠિને-ઉદ્દેશીને ભળાવ્યા પછી જાપની શરૂઆત કરવાથી પણ અચિંત્ય લાભ થશે, ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવામાં તેથી ખૂબ મદદ મળશે.
૧૦૮ નવકારનો જાપ કરવા માટે
ક્રમબદ્ધ સ્થાન પદ્ધતિ
ઉપરના કમળમાં નવકારના ૧૨ પ્રતિક છે. સિદ્ધચક્રની પૂજાના ક્રમથી દરેક પ્રતિકના એક-એક પદઉપર ૧-૧નવકાર ગણો. તેથી૯X ૧૨=૧૦૮ નવકાર થશે.
પહેલાં ચિત્રને સામે રાખીને જાપ કરો, અભ્યાસ થઈ ગયા પછી આંખ બંધ કરી ચિત્ર સામે લાવો અને જાપ કરો. આંગળી-માળાના ઉપયોગ વિના જાપ આરામથી થઈ શકશે.
[૧૧૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org