________________
એક “જાપ માટે લેવાતી માળો ૧૮ અભિષેક કરેલી, માળાના (આચાર
દિનકર) પ્રતિષ્ઠા મંત્રથી પ્રતિષ્ઠીત અને સૂરિમંત્ર કે વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત જોઈએ.” જે રીતે પાષાણની મૂર્તિ વિશિષ્ટ આત્મશક્તિ સંપન્ન મહાપુરુષોના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા પ્રભુ-ભગવાન સ્વરૂપ બને છે, તે રીતે યોગ્ય અધિકારી મહાપુરુષના આત્મબળના વાહક વિશિષ્ઠ માંત્રિક તત્વના સંચારથી માળા એ મોહના સંસ્કારોને હટાવવા અમોધ શક્તિવાળી સાધનરૂપ બની જાય છે.
શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ જે માળાથી કરાતો હોય તે માળા થી અન્ય કોઈપણ દેવ દેવીના મંત્રનો જાપ ન કરવો.
જ્ઞાની-ગીતાર્થોએ તો અમુક પ્રાથમિક ભૂમિકાવાળા આરાધકો માટે તો સાપેક્ષભાવે એવું પણ જણાવ્યું છે કે - * “શ્રી નમસ્કાર મહામંત્ર ગણવાની માળાથી શ્રી નમસ્કાર મહામંત્ર
સિવાય શ્રી સિદ્ધચક્રજી કે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ આદિ શાસનની મર્યાદાનુસારનો કોઈપણ જાપ ધાર્મિક તપનું ગણણું વિગેરે પણ અમુક સમય સુધી ન કરવો હિતાવહ છે.”
આ વાત સાપેક્ષ રીતે સાધકની પ્રાથમિક શક્તિઓના વ્યવસ્થિત વિકાસની માત્રાના ઘડતર માટે અત્યંત જરૂરી લાગે છે. * શ્રી નવકાર મહામંત્રનો જાપ રોજ એક જ માળાથી કરવો. માળાની
ફેરબદલી ન કરવાથી શકિતઓના જે બીજકો માળાના મણકા પર અમુક ચોક્કસ રીતે આપણી આંતરિક શુદ્ધિ કે ભાવની ભૂમિકાના બળે કન્દ્રિત થયા હોય, તેનો ઉત્તરોત્તર સામુહિક લાભ એક જ માળા
ઉપર એકધાર અખંડપણે જાપ કરવાથી મળી શકે છે. * કોઈની ગણેલી માળાથી શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ ન કરવો.
તેમજ આપણી માળા બીજાને ગણવા આપવી નહિ.
કોઈના હાથનો સ્પર્શ પણ આપણી માળાને થવા દેવો નહિ. - મંત્રશક્તિ વિશે ઉંડાણથી અવગાહન કરતાં એમ પણ જાણવા મળે છે
[૧૦૪].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org