________________
ક
જાપ જાતે.... માનસ જાપ
(સ્વરૂપ મહત્વ)
જાપના પ્રકાર ત્રણ છે. - ભાષ્યજાપ, ઉપાંશુ જાપ અને માનસજાપ
ભાષ્ય જાપ:- એટલે શુધ્ધ ઉચ્ચારણ પૂર્વક કરાતો જાપ, પોતે જાપ કરે અને બીજા સાંભળે તે રીતે જાપ કરવો તે ભાષ્ય જાપ છે. ત્રણ પ્રકારના જાપમાં ભાષ્યજાપની પ્રથમ કક્ષા છે.
ઉપાંશુ જાપ -એટલે..... કર્મેન્દ્રિય સુધી અવાજ ન પહોંચે તે રીતનો જાપ ઉપ પાસે, અંશુ કિરણ, પાસે-પાસે કીરણો જાય તે ઉપાંશુ. અર્થાત્ પોતે જાપ કરે અને માત્ર પોતાને સંભળાય, બીજાને ન સંભળાય આ જાપ દરમિયાન ઓઇ તથા જિવા ઈત્યાદીનું અત્યંતર હલન ચલન ચાલુ હોય છે. પણ તે જાપથી (પ્રાથમિક ભૂમિકાના) ભાષ્યજાપથી વધારે લાભ થાય છે. માનસ જાપમાં જાય તો ઉંઘી જાય તેથી ઉપાંશુ જાપ કરવો.
માનસજાપ:- એટલે ઓષ્ઠ તથા જિહ્વાનું હલન ચલન બંધ કરીને કેવળ મનના પ્રદેશમાં જ મંત્રોચ્ચાર-મંત્રજાપ કરવો તે માનસ જાપ. આ માનસ જાપ મનથીજ થાય અંતર ચક્ષુથી સામેના અક્ષરો વાંચતાં-વાંચતાં જાપ કરે બીજાને ખબર ન પડે....
આત્મશુધ્ધિના માર્ગે આગળ વધવા પ્રથમ ભાષ્યજાપ પછી ઉપાંશુ જાપ, પછી માનસજાપ કરવો જોઈએ. ભૂમિકા આવ્યા વગર મનમાં જાપ કરવાથી શક્તિ ઘટી જાય છે. માટે ભાષ્યજાપની અનુકૂળતા – સંજોગો ન હોય તો છેવટે ઉપાંશુ જાપ કરવો પોતે બોલે અને પોતે સાંભળે. ઉપાંશુ જાપની ભૂમિકા આવી ગયા પછી માનસજાપ કરવો. કેમકે –
શ્રી નવકાર મહામંત્રનો માનસજાપ કરવાથી અંતરંગ શક્તિનો ધોધ ઝરણાંની જેમ ફુટે છે. અહીં ખાસ સમજવાનું એ છે કે, ઓષ્ઠ તથા જિવાનું હલન-ચલન બંધ થવા માત્રથી માનસ જાપ શરૂ થઈ જાય એવું એકદમ માની લેવું નહિ. કેમકે હોઠ તથા જીભનો વ્યાપાર બંધ કર્યા પછી પણ જેને ઉપાંશુ કહી શકાય તેવા પ્રકારનો જાપ ચાલુ રહી શકે છે.
[૧૦].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org