________________
ત્રિકાળજાપની મર્યાદાને આ વાત લાગુ પડતી નથી.
શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ ગમે ત્યારે અને વારંવાર કરવાનું શાસ્ત્રીય વિધાન સંસ્કારોની જાગૃતિ અને તે જાતની વિશિષ્ટ પરિણામોની કેળવણીની અપેક્ષાએ સાર્થક સમજવું. પણ જાપની પ્રાથમિક ભૂમિકાએ તો આત્મશક્તિ જાગૃત કરવા માટે ઉપર જણાવેલ સમયની મર્યાદા જાળવવી જરૂરી છે.
પ્રાથમિક ભૂમિકાએ જાપ કરનારે અમુક સમય (પાછલી ચાર ઘડી રાત્રિથી દિવસના ૧૦ વાગ્યા સુધી ગમે તે) નિશ્વિત કરી રાખવો જોઈએ, તે સમયે ગમે તેવા કામને પણ પડતું મુકીને જાપ કરવાની તત્પરતા કેળવવી ઘટે, તેમ કરવાથી જાપની શક્તિઓનો ધીમો પણ મૌલિક સંચાર જીવનમાં અનુભવવા મળે છે. - ટૂંકમાં જાપની પ્રાથમિક શક્તિઓના અનુભવ માટે સમયની ચોકસાઈ જાળવવી જરૂરી છે. નિશ્ચિત આસન :
શ્રીનવકાર મહામંત્ર ગણવા માટે કેવા આસનનો ઉપયોગ કરવો?
શ્રી નવકાર મહામંત્રના જાપ માટે શ્વેત, સફ્ટ શુદ્ધ ઉનનું આસન રાખવું, તેમજ એક જગ્યા નિશ્વિત રાખવી. એક જ સ્થાન ઉપર શ્રી નમસ્કાર મહામંત્રના જાપથી વિશિષ્ટ કોટિનું વાતાવરણ સર્જાય છે.
જ્યાં ત્યાં શ્રી નવકાર મહામંત્રનો જાપ ઐચ્છિક રીતે કરતા રહેવાથી જાપના આંદોલનો બરાબર વાતાવરણ સર્જી ન શકે અને શક્તિ જ્યાં-ત્યાં વિખરાઈ જાય, તેથી ખાસ જરૂરી કારણ સિવાય જાપનું સ્થળ ફેરવવું નહિ. - અનિવાર્ય કારણે સ્થાનાંતર કરવું પડે તો પણ શ્વેત, શુદ્ધ ઉનનું આસન એક જ રાખવું. ગમે ત્યાં એક જ આસન પર વ્યવસ્થિત રીતે ચાલુ રહેવો જોઈએ. નિશ્ચિત દિશા :
શ્રી નવકાર મહામંત્રના જાપ માટે કઈ દિશા યોગ્ય? મંત્રની જુદી જુદી શક્તિઓ દિશાના હેરફેરથી ઉપજતી હોવાનું
[ ૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org