________________
:::: STE .
છે.
રા
'
જ્ઞાનીઓએ ધર્મના અન્ય સાધનો કરતાં શ્રી નવકાર મહામંત્રને આશયશુદ્ધિ માટે વધુ ઉપયોગી જાણી તેના સંસ્કાર અસ્થિમજ્જાગત દઢ કરવા માટે વારંવાર અને ગમે તેવી સ્થિતિમાં તેણે ગણવાની ભલામણ કરી છે, પરંતુ ઉત્તમ સુંદર ચીજ પણ વ્યવસ્થિત રૂપે ઉપયોગમાં લેવાય તો તેના જ વાસ્તવિક ફલને યોગ્ય રીતે મેળવી શકાય. '
એટલે “તિપરિયાદવજ્ઞા” ની જેમ શ્રી નવકાર મહામંત્ર માટે બનવા પામ્યું હોઈ આરાધકો તેની વ્યવસ્થિત ઉપયોગની દિશા કંઈક અંશે ભૂલી જવાના કારણે અત્યધિક પ્રમાણમાં શ્રી નવકારનો જાપ કરવા છતાં આજે કેટલીક વાર તેની સામાન્ય શક્તિઓ પણ નથી દેખાતી. પરિણામે મહામંત્ર અને સકલ દિવ્યશક્તિના નિધાનરૂપે બિરદાવાયેલા પણ શ્રી નવકાર મહામંત્ર પ્રતિ આરાધકોની જગતના અન્ય તુચ્છ મંત્રો પ્રતિ રખાતી વિવેક બુદ્ધિ આદર વૃત્તિ જેવી પણ વિવેકબુદ્ધિ નથી રહેતી.
માટે એકડે એક ઘૂંટવાની જેમ શ્રી નવકાર મહામંત્રને જાપની પ્રાથમિક ભૂમિકાથી આરાધવાની અત્યન્ત ઉપયોગીતા હોઈ નિયત, આસન, સમય, સંખ્યા આદિ કેટલીક પ્રાથમિક બાબતો દરેક આરાધકે આત્મશક્તિના વિકાસની માંગણી કરવા માટે આદરપૂર્વક અપનાવવી ઘટે.
આધુનિક કેટલાક પ્રયોગોથી પણ આ વાત સાબિત થઈ છે કે, નિયત જગ્યાએ, નિયત સમયે અને નિયત સંખ્યામાં ધારાબદ્ધ જાપ કરવાથી, અમુક પ્રકારનું, અમુક ચોક્કસ વાતાવરણ બંધાય છે, જેમાં પ્રવેશનાર ભયંકર આચાર વિચારવાળો પણ ચમત્કારિક રીતે તે વાતાવરણના પવિત્ર સંસ્કારોથી ઘડીભરને માટે રંગાઈ જાય છે.
કેટલાંક વર્ષો પહેલાં અનુભવી વિદ્વાન વ્યક્તિ પાસેથી જાણવા મળેલ છે કે -
નક્કી કરેલ જગ્યાએ, નક્કી કરેલા સમયે માત્ર પાંચ જ મિનિટ પોતાના ગમેતે (અરિહંત, રામ, કૃષ્ણ, ઈશુ કે અલ્લાહ વિગેરે) ઈષ્ટદેવના જાપનો લાગલગાટ (એક પણ દિવસની ખામી પડવા દીધા સિવાય) બાર વર્ષ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org