________________
* નવકારવાળી ગણતી વખતે ડાબો હાથ માળાને અડકવો જોઈએ નહીં. * જાપ વખતે શરીર હાલે નહીં, કમર વળે નહીં, તથા બગાસુ આવે નહીં
તે ધ્યાન રાખવું. * માનસજાપમાં હોઠ બંધ રહેવા જોઈએ, તેમજ દાંત ખુલ્લા રહેવા જોઈએ. * ઉપાંશુજાપમાં હોઠનો ફફડાટ વ્યવસ્થિત રહેવો જોઈએ. * ભાષ્યજાપમાં ઉચ્ચાર તાલબદ્ધ રહેવો જોઈએ.
જાપ પૂરો થાય તે પછી ઓછામાં ઓછી પાંચેક મિનિટ સુધી આખો બંધ કરીને તે સ્થળમાં બેસી રહેવું જોઈએ, આમ કરવાથી જાપ-જન્ય સત્ત્વની સ્પર્શનાનો અભૂત યોગ સધાય
છે. અને ક્યારેક ભાવ સમાધિની અણમોલ પળ જડી જાય છે. * જાપ માટેના ઉપકરણોને પૂરેપૂરા બહુમાન પૂર્વક, પવિત્ર જગ્યામાં
રાખવા જોઈએ. * ઉપકરણો પ્રત્યેનો આપણો સદ્ભાવ હોય છે તે, શ્રી નવકાર પ્રત્યેના
આપણા ભાવ ઉપર તથા પ્રકારની અસર પહોંચાડે છે. માટે જાપના
ઉપકરણો પ્રત્યે અત્યંત આદર રાખવો અને વિનય સાચવવો. * જીભ એકલી જ નહિ, પરંતુ મને બરાબર શ્રી નવકાર ગણતાં શીખી
જાય તે તરફ આપણું લક્ષ્ય રહેવું જોઈએ. * મોટો ભાઈ નાના ભાઈને કવિતા શીખવાડે, તેમ આપણે મન રૂપી
આપણા લઘુબંધુને સદ્ભાવના પૂર્વક શ્રી નવકાર શીખવાડવો જોઈએ. * મન શ્રી નવકારમાં પરોવાય છે. એટલે બધી ઈન્દ્રિયો પણ તેમાં ઓતપ્રોત
થાયછે. * તારૂનું (તરનારનું) શરીર ભીંજાયા સિવાય ન રહે. તેમ શ્રી નવકારમાં
પ્રવેશેલા પ્રાણો પણ શુભ ભાવ વડે ભીંજાય છે, જો ન ભીંજાય તો સમજવું કે આપણા પ્રાણોનો અધિક ભાગ શ્રી નવકારની બહાર રહે
* શ્રી નવકાર ગણતી વખતે નીચેની ભાવના સતત ભાવવી.
[ ૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org