________________
શ્રી તવકાર કેમ ગણાય ? (નવકારના આરાધકને સૂચનો)
શ્રી નવકા૨ના જાપમાં એકાગ્રતા જરૂરી છે. આ એકાગ્રતા લાવવા માટે પ્રાથમિક ભૂમિકાએ નિમિત્ત કારણો પણ કામ કરતા હોયછે. આથી શ્રી નવકારના આરાધકે નીચેની કેટલીક બાબતો હૈયાથી સમજી અમલમાં મુકવા પ્રયત્ન કરવો. - સંપાદક
* શુધ્ધ થઈને, શુધ્ધક્ષેત વસ્ત્રો પહેરીને સાનુકૂળ ભૂમિતલ પ્રમાજવું. * આસન બાંધીને - આસન એકજ જગ્યાએ રાખવું, શ્વેત કટાસણું વાપરવું.
નવકારના જાપ માટે દિશા પણ એકજ રાખવી. પૂર્વ યા ઉત્તર સન્મુખ બેસવું.
જાપનો સમય એકજ રાખવો.
૧૮ અભિષેક વાળી અભિમંત્રિત સુતરની શ્વેતમાળા વાપરવી. જાપવાળી માળા એકજ રાખવી બદલવી નહીં.
* ચિત્તને ‘શિવમસ્તુ સર્વ જગતઃ” ની ભાવના વડે વાસિત કરવું. * શ્રી નવકારનો જાપ શરૂ કરતાં પૂર્વે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તથા શાસનપતિશ્રી મહાવીર પ્રભુનું તેમજ અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમ સ્વામીજીનું નામ ત્રણવાર લેવું.
* શ્રી નવકારનો જાપ કરતાં આંખો બંધ રાખવી, અગર ધ્યાન નવકારના પટ સામે રાખવું અથવા દ્રષ્ટિને નાસિકાના અગ્રે સ્થાપવી.
ધીરે ધીરે શ્રી નવકારનો પ્રત્યેક અક્ષર આખા શરીરમાં ફરી વળે તેવી રીતે શ્રી નવકારનો જાપ કરવો જોઈએ.
* નવકારવાળી કેટલી ગણવી છે. તેની સંખ્યા પણ ચોક્કસ રાખવી જોઈએ એટલે કે પાંચ માળા ગણવાના નિયમવાળો પુણ્યશાળી આત્મા પાંચથી વધુ માળા ગણી શકે, પણ પાંચમાળાથી ઓછી નહીં જ.
[ ૯૦ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org