________________
શ્રી તલકારતા સાધકને ઉબોધત
આપણે જાણીએ છીએ કે જયારે આપણે મન વડે શ્રી નમસ્કાર મહામંત્ર નું સ્મરણ કરીએ છીએ ત્યારે, તે જ વખતે .....
આપણા મનની અશાન્તિ ચાલી જાય છે.
વિકલ્પોનો વિનાશ થાય છે.
૧૯
પાપ સમૂહ- અમંગલ નો અભાવ પ્રગટે છે.
ઘાતીકર્મોનો વિદ્યાત થઈ જાય છે.
શ્રી નવકારને હમણાંજ મન વડે ગણો અને શાન્તિ અનુભવો. શ્રી નવકારના મંત્રાક્ષરોના ચિંતનની મન ઉપર થતી અસરકારક શુભ અસ૨ને હમણાં જ લક્ષમાં લો.
શ્રી નવકારનું પુનઃપુનઃ રટણ કરો અને તેના વડે અંતઃકરણમાં થતા પરિવર્તનને અંતરમાં ઉપજતી સુખ શાન્તિનું નિરીક્ષણ કરો.
એ નિરીક્ષણ વડે સમજાએલું સત્ય આપણને સદૈવ સર્વત્ર શ્રી નવકાર મંત્ર નું સ્મરણ કરવાની પ્રેરણા પુરી પાડશે.
જેમ જેમ આપણે એ પ્રેરણાનો અમલ કરતા રહીશું તેમ તેમ આપણા જીવનનું પરિવર્તન થતુંજશે. આપણા અંતઃકરણમાં મોટા પ્રમાણમાં અદૃશ્ય ફેરફારો થતા અનુભવી શકાય.
આપણને અનુપમ સુખ, અતિશય શાંતિ, અદ્ભુત આનંદ, અભિનવ જ્ઞાન, અનંત જ્ઞેય અને અલૌકિક સૃષ્ટિ પ્રતીત થશે.
આપણે એ યાદ રાખવું જરૂરી છે કે આ શ્રી નવકારને કોઈપણ પળે કોઈપણ સ્થળે સ્મરી શકીએ છીએ.
સર્વત્ર સદા તેનું સ્મરણ- મનન આપણે મનમાં કરી શકીએ અને તેના સ્મરણ સાથે જ ઉપજતા ધર્મધ્યાનમાં રહી શકીએ છીએ.
આપણા મનનું નિરીક્ષણ કરીશું તો જણાશે કે અનેક પ્રકારના [ ૮૦ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org