________________
નવકારતું આહવાન યાને ઘોષણા
“તાવ ન નાયજ્ઞ વિતેળ, વિતિયં ૪ વાયા! | काएण समाढत्तं, जाव न सिरिओ णमुक्कारो || १ ||”
અર્થાત્ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્રને જ્યાં સુધી સ્મર્યો નથી, ત્યાં સુધી જ ચિત્તથી ચિંતવેલું વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભેલું કાર્ય થતું નથી (૧)
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો જેમ શાશ્વત છે, તેમ નવકાર એ શાશ્વત છે, શ્રી તીર્થંકરોની ધર્મદેશનાની જેમ એના ઉપકારો અનંતાછે, જગતમાં કોઈપણ એવું પાપ નથી કે જેનો પ્રતિકાર નવકારના આશ્રયથી અશક્ય હોય, નવકારના અક્ષરો કેવળ અક્ષરો જ નથી, કિન્તુ સાક્ષાત્ અક્ષરમયી દેવતાઓ જ્યોતિપુંજો છે. એનો આશ્રય લેનાર, એનું વિવિપૂર્વક શ્રવણ કે સ્મરણ કરનાર સર્વદા સુરક્ષિત છે.
નવકારની એ પ્રતિજ્ઞા છે કે – “મારો આશ્રય લેનાર કોઈપણ હોય, તેનાં સર્વ પાપનો મારે સમૂલ નાશ કરવો. આ પ્રતિજ્ઞાને ખોટી પાડનાર આજ સુધી કોઈ નીકળ્યું નથી. એને ખોટી પાડવાનો પ્રયાસ કરનાર પોતે જ ખોટો પડે છે.’
આરાધક યાદ રાખજે
(૧) ગુણાનુરાગ અને (૨) સ્વ-દોષ-દર્શન જીવનશુદ્ધિ-રથના બે ચક્રો છે.
અદ્-મન ના સંસ્કારોને નબળા પાડવા પંચપરમેષ્ઠીઓની શરણાગતિ સ્વીકારી ભાવ-શુદ્ધિપૂર્વક શ્રી નવકારનો જાપ કરવો.
Jain Education International
[ ૭૯ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org