________________
વિકલ્પો-વિચારો, સંસ્કારજન્ય સ્મૃતિઓમાં તે રાચતું હોય છે, જે મોટે ભાગે અશુભ હોય છે. અને જેને તત્વજ્ઞ મહર્ષિઓએ આર્તધ્યાન કહેલું છે.
જો આપણે આપણા મનને શ્રી નવકારના અડસઠ મંત્રાક્ષરોનું નિવાસસ્થાન બનાવીએ, તો ક્યારેય પણ આર્તધ્યાનને ઉપજવાનો અવસર મળે નહિ.
જો આપણે એ નવનિધાનસદશ, નવપદોરૂપ મહાશાસ્ત્રને સદૈવ અંતઃ કરણ રાખીએ તો આપણું અંતઃ કરણ જ સર્વોચ્ચ જ્ઞાનમંદિર બની જાય.
જો પાંચ પદોરૂપ શ્રી પંચપરમેષ્ઠિઓને આપણા હદયદેશે હંમેશાં બિરાજિત રાખી, નિત્ય નવનવા ભાવોલ્લાસથી આપણે તેમને ભજીએ તો આપણે જિનાલય સદશ બનીએ.
આપણે જાણીએ કે ન જાણીએ પરંતુ આપણે જયારે શ્રી નવકારનું સ્મરણ કરીએ છીએ ત્યારે વર્તમાનકાલીન સુખ-શાન્તિ પ્રકટ કરીએ છીએ. અને ભવ્ય ભવિષ્યકાલના આધ્યાત્મિક સુખ-સમૃધ્ધિનાં બીજ વાવીએ છીએ.
આપણે સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સંધ્યાએ એકાંત, શાન્ત અને પવિત્ર સ્થાનમાં બેસીને મન-વચન-કાયા તથા આજુબાજુના વાતાવરણને સ્વચ્છ કરીને ચિત્તની પ્રસન્નતાપૂર્વક અને ભાવપૂર્વક શ્રી નવકારના અડસઠ મંત્રાલરોનું ઓછામાં ઓછું એકસો અને આઠ વાર રટણ કરીએ અને આપણા જીવનમાં થતી અસરોનું નિરીક્ષણ કરીએ તેમજ તેની નોંધ લઈએ.
પરાણે અપાતી દવા પણ જેમ રોગને ટાળે છે. તેમ પરાણે સંભળાવાતો, બોલાતો નવકારમંત્ર પણ પાપીના પાપને ટાળે છે.
શ્રી નવકારને હૈયામાં બેસાડવા માટે નવકારની આરાધનાની જરૂર છે. શ્રી નવકાર પ્રત્યેની સાચી શ્રધ્ધા, સાચું મંગલ આપશે.
આજની દુનિયા શ્રીનવકારમંત્રની સાધનાને ઓળખી શકતી નથી. એટલે પંચપરમેષ્ઠિનો મહિમા જાણ્યા વિના વંચિત રહી જાય છે. શ્રી નવકારની સાધનાવાળો નવગ્રેવેયક સુધી જાય. અને નવકારની
[૧].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org