________________
જણાવેલી મર્યાદા પ્રમાણે કરવાથી જલ્દી અને વિશેષ રૂપમાં યથાર્થ ફળ આપનારી નિવડે છે.
કેમ કે દ્રવ્યક્રિયામાં ભાવક્રિયાનું પડી રહેલું બીજ વિધિપૂર્વક યોગ્ય રીતે જ્ઞાની ગુરૂની નિશ્રાએ આસેવન કરવાના બળે વિકસિત થઈ યોગ્ય ફળ જન્માવી શકે છે.
તેથી શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કિલષ્ટ કર્મોના પડલને ભેદી નાખવામાં વજ સમાન તપના અત્યંતરભેદ તરીકેની મહત્વની ધર્મક્રિયારૂપ ગણી-સમજુ આરાધક પુણ્યાત્માઓએ ગુરૂગમ અને વ્યવસ્થિત જાણકારીના અભાવે વર્તમાનમાં ચાલુ નવકારવાળીના મણકા ફેરવવા રૂપ દ્રવ્યક્રિયામાં ભાવનું ઓજસ ભેળવવા માટે નીચે જણાવાતી શાસ્ત્રીય મર્યાદાઓને ચોકકસ રીતે લક્ષ્યમાં લઈ યથાશક્તિ મર્યાદાઓને જીવનમાં અપનાવવા પ્રયત્ન કરવો. જાપના મૌલિક તત્વો
સામાન્યતઃ મંત્રશાસ્ત્રના નિયમ પ્રમાણે દરેક મંત્રોનું જુદા જુદા અનુષ્ઠાનના બળે વિવિધ શક્તિઓના અનુભવ માટે અમુક નિશ્ચિત આસન,દિશા,કાળ,માળા, મુદ્રા, આદિનું બંધારણ જરૂરી જણાય છે. આસન, માળા,દિશા આદિના ફેરફારથી મંત્રની શક્તિનો પ્રવાહ જુદી જુદી દિશાઓમાં ચોક્કસ રીતે વાળી શકાય છે.
મંત્રશાસ્ત્રના મૌલિક બંધારણની માર્મિકતા જાણનારાઓ માટે આ એક પરમ અનુભવ સત્ય છે.
આ ઉપચારથી એમ પણ સ્પષ્ટ થાય છે કે નિશ્ચિત બંધારણની જાળવણી ન હોય તો ગમે તેટલી શક્તિ મંત્રમાં હોય પણ ચોક્કસ ભૂમિકા વિના તે શક્તિનું અવતરણ શક્ય નથી.
તા.કઃ શ્રી નવકારના જાપ માટે નિશ્ચિત આસન દિશાકાળ વિગેરે માટે જુઓ લેખ નં. ૨૫ પૃ. નં.૯૭.
[ ૮૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org