________________
પ્ર. ૧૭ કેટલા નવકાર ગણવાથી તીર્થંકર નામ કર્મ બંધાય?
એક લાખ. એટલે કે વિધિપૂર્વક અખંડ મૌન સાથે વીતરાગ પરમાત્માની શાસ્ત્રીય પધ્ધતિએ અષ્ટપ્રકારી પૂજા કરવા સાથે સાત્વિક આહાર-વિહારના ધોરણ પ્રમાણે એક લાખ નવકાર ગણવાથી તીર્થંકર નામકર્મ બંધાય
પ્ર. ૧૮ શ્રી નવકાર મહામંત્ર લખવાની પદ્ધિત કઈ?
શરૂઆતનાં પાંચ પદોની આગળ અને પાછળ બે લીટી ઉભી કરવી. છઠ્ઠા પદની આગળ બે લીટી કરવી. નવમા પદની પછી બે લીટી કરવી. છઠ્ઠા પદની પછી અલ્પવિરામ (0) સાતમા પદની પછી એક ઉભી લીટી, આઠમા પદની પછી અર્ધવિરામ (;) કરવો. વળી નવકાર મહામંત્રની જોડણી જૂની દેવનાગરી (હિન્દી) લિપિને
અનુસરતી લખવી. પ્ર. ૧૯ શ્રી નવકાર મહામંત્ર બોલવાની પદ્ધતિ શી?
શ્રી નવકારના શરૂઆતના પાંચ પદ સૂત્રાત્મક રીતે બોલવા એટલે કે શરૂઆતના કેટલાક અક્ષરો ઉંચા સ્વરે બોલી ત્યાર પછી કેટલાક અક્ષરો મધ્યમ સ્વરે બોલી છેલ્લા અક્ષરો ઉતરતા સ્વરે બોલવા. અને છેલ્લા ચાર પદો શ્લોકની જેમ પહેલી લીટી ઉંચા સ્વરથી, બીજી લીટી મધ્યમ સ્વરથી, ત્રીજી લીટી ઉતરતા સ્વરથી અને ચોથી
લીટી નીચા સ્વરથી બોલવી. પ્ર. ૨૦ શ્રી નવકાર એ મહામંત્ર કેમ?
મંત્ર તેને કહેવાય કે જેનું સ્મરણ કરવાથી મનની પીડા ટળે, પણ દુનિયાના મંત્રો પુણ્યના ઉદયના આધારે ફળતા હોય છે, જ્યારે શ્રી નવકારતો પુણ્યના ઉદયની ગેરહાજરીમાં પણ પાપને તોડીને મનને આર્તધ્યાનમાંથી બચાવે છે. માટે શ્રી નવકારને મહામંત્ર કહેલ છે.
[૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org