________________
અનુગ્રહ-નિગ્રહ, લાભ-હાનિ ઉભય માટે ઉપયોગમાં આવે છે, જ્યારે શ્રી નમસ્કાર મહામંત્રથી કોઈને હાનિ કરી શકાતી નથી, પણ તે કેવળ લાભમાં જ હેતુ બને છે.
શ્રી નમસ્કાર-મહામંત્રના છઠ્ઠી વિશેષતાએ છે કે, અન્ય મંત્રો લૌકિક પુરૂષો ઉપર આકર્ષણ, વશીકરણ વગેરે કરે છે, જ્યારે શ્રી નવકાર એ લોકોત્તર પદાર્થોનું આકર્ષણ, વશીકરણ વગેરે કરે છે. તે યાવતુ દેવસંપદાઓનું આકર્ષણ અને મુક્તિરમણી પર્યતનું વશીકરણ કરે છે.
કહ્યું છે કે :आकृष्टि सुरसम्पदां विदधति मुक्तिश्रीयो वश्यता मुच्यटं विपदां चतुर्गतिभुवां विद्वेषमात्मैनसाम् । स्तम्भं दुर्गमनं प्रति प्रयततां मोहस्य संमोहनं पापात् पञ्चनमस्क्रिया क्षरमयी साराधना-देवता ।। १ ।।
અર્થ:- તે પંચ પરમેષ્ઠી-નમક્રિયારૂપ અક્ષરમથી આરાધના દેવતા (તમારૂ) રક્ષક કરો કે જે સુરસંપદાઓનું આકર્ષણ કરે છે, મુક્તિરૂપી લક્ષ્મીને વશ કરે છે, ચારગતિમાં થનારી વિપદાઓનું ઉચ્ચાટન કરે છે, આત્માના પાપો પ્રત્યે વિષ ધારણ કરે છે, દુર્ગતિ પ્રતિ ગમન કરવાનો પ્રયત્ન કરતા જીવોને અટકાવે છે અને જે મોહનું સંમોહન કરે છે, અર્થાત્ મોહનો પરમ પ્રતિકાર છે.
ઉપર વર્ણવેલી વિશેષતાઓના કારણે શ્રી નમસ્કાર મહામંત્ર એ સર્વ-મંત્રોમાં મોટામાં મોટો મંત્ર છે, અને એની સાધના, બીજા સર્વ મંત્રોની અપેક્ષાએ સરળ હોવાથી સર્વ કોઈને એકસરખી રીતે સુશક્ય છે.
અધમાધમ જીવો પણ આ મહામંત્રના શબ્દ કાનમાં પડવા માત્રથી દુર્ગમ-દુર્ગતિરૂપી ગહન-ગર્તામાં ગબડતા ઉગરી ગયા છે, યાવત મુર તિર્યંચો પણ એના શ્રવણ માત્રથી લઘુકર્મી બની ભવસમુદ્રને તરી ગયા છે.
આટલી અદ્ભુત શક્તિ અને છતાં આટલી અનુપમ સરળતા બીજા કોઈ મંત્રમાં સંભવી શકતી નથી. તેથી જ જ્ઞાનીઓની દષ્ટિએ આ મંત્રાધિરાજનો મહિમા અતિ મહાન ગવાયેલો છે.
[૪૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org