________________
અર્થ : પાંચે પરમેષ્ઠીઓને કરેલો આ નમસ્કાર સર્વ-પાપોનો પ્રકર્ષે કરીને નાશ કરનારો છે, તથા સર્વ મંગલોમાં પ્રથમ પ્રધાન સર્વોત્કૃષ્ટ મંગલ સ્વરૂપ છે.
જીવ માત્રને પોતાના મંગલમાં રૂચિ તેમજ રસ અને પ્રીતિ હોય છે. પણ મંગલનું યથાર્થ સ્વરૂપ જાણનારા બહુ ઓછા હોય છે. તે પૈકીના મોટા ભાગના જીવો દ્રવ્યમંગલ માટે જ તલસતા હોય છે. ખરૂં તેમજ પૂરે-પૂરું સામર્થ્ય ભાવમંગલમાં હોય છે.
તે વિષેના યથાર્થજ્ઞાનના અભાવે તે જીવો દ્રવ્ય-મંગલની દુનિયામાં અટવાયા કરેછે. એટલે જ કેટલાક માણસો હાથમાં પૂર્ણ-કળશ ધારણ કરીને સામી મળતી કુમારિકાના શુકનથી જેટલા પ્રસન્ન થાય છે, તેટલા પૌષધધારી પુણ્યવંત શ્રાવક યા શ્રાવિકા તેમને સામા મળે છે, ત્યારે પ્રસન્ન થતા નથી, પણ આ તેમનું અજ્ઞાન છે.
વિષય-કષાયને પ્રશસ્ત કરવામાં પ્રયત્નશીલ મહાન આત્માનું દર્શન તો સર્વ દેશ અને સર્વ કાળમાં સદા મંગલકારી હોય છે જ !!! અધ્યાત્મ યાત્રાનો ઉપાય-જાપ
આત્માની ચેતનાનો અનુભવ થાય ત્યારે નવકાર ગમે. આપણી બધી ક્રિયાઓ નવકારના પોષણવાળી હોવી જોઇએ. જો આમ ન થાય તો અધ્યાત્મને જગાડનારી ક્રિયાઓ પણ જડ જેવી લાગે, આધ્યાત્મ (આત્મા) ની નજીક રહેવા પ્રયત્ન કરવા માટે સહેલામાં સહેલો ઉપાય જાપ છે.
-: જાપ સફળ ક્યારે બને :
શ્રી નવકારની આરાધના આત્મશુદ્ધિના લક્ષ્ય સાથે કરવા માટે (૧) જપ યોગ (૨) શ્રી જિન ભક્તિ અને (૩) કક્ષાનુરૂપ ધર્મ ક્રિયાઓનું આરાધન આ ત્રણેયની ખાસ જરૂર છે.
Jain Education International
[ ૪૫ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org